તૈયાર રહેજો! આવતીકાલથી ફરી ગુજરાતને ધમરોળશે મેઘો, જાણો કયા-કયા વિસ્તારો આવશે ઝપેટમાં!

Gujarat Monsoon 2023: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં મુશળધાર વરસાદે જનજીવન અસ્તવસ્ત કરી નાખ્યું છે. ત્યારે 12 જુલાઈ સુધી ઉત્તરપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સિવાય ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ અને કોંકણ, ગોવા, મહારાષ્ટ્રમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શખ્યતા છે. જોકે ત્યારબાદ હવામાન વિભાગે ઘટાડો થવાની આશંકા સેવી છે. બીજી બાજુ આજે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે, એટલે કે વરસાદનું જોર ઘટ્યું છે.

1/5
image

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલથી ફરી મેઘરાજા ગુજરાતમાં એક્ટિવ થઈ જશે. આવતીકાલથી એટલે કે 12 જુલાઈથી 15 જુલાઈ સુધી ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. આવતીકાલથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી છે. આવતીકાલે અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે સુરત, વલસાડ, ભરૂચ, નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. 

2/5
image

13 જુલાઈએ દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, તાપી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 14 જુલાઈના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. આજે ગુજરાતમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે. 

3/5
image

પરંતુ આવતીકાલે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે.   

4/5
image

ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી કરીને લોકોને ચેતવ્યા કે, તોફાની વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહો. 14 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. 20 જુલાઈની વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ત્રીજો રાઉન્ડ વધુ તોફાની હશે. દક્ષિણ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે. 

5/5
image

23 થી 30 જુલાઈ સુધી વરસાદ આવવાની શક્યતા છે. 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. મહેસાણામાં ભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી તરબોળ થશે. પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ પડશે. રાજ્કોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડશે.