5.54 લાખની આ કારના દીવાના બન્યા લોકો! વેચાઈ ગઈ 10 લાખ ગાડીઓ


ઈન્ડિયન માર્કેટમાં એન્ટ્રી લેવલ હેચબેક કારોની ડિમાન્ડ હંમેશાથી રહી છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં કોમ્પેક્ટ એસયુવી ગાડીઓએ આ સેગમેન્ટને ખુબ પ્રભાવિત કર્યું છે.

1/9
image

તેમ છતાં કેટલીક એવી કાર છે, જેની માંગ સતત જોવા મળી રહી છે. આવી એક કાર છે મારૂતિ સુઝુકીની વેગનઆર. મારૂતીની ટોલ બ્વોય કહેવાતી આ કારે સતત ગતિ પકડી રાખી છે.

2/9
image

તેની લોકપ્રિયતાનો અંદાજ તમે તેના પરથી લગાવી શકો છો કે તેના લેટેસ્ટ જનરેશન મોડલના આશરે 10 લાખ યુનિટ્સ વેચાયા છે.   

3/9
image

તેમને જણાવી દઈએ કે તેના લેટેસ્ટ જનરેશન મોડલને કંપનીએ વર્ષ 2019ની શરૂઆતમાં રજૂ કર્યું હતું. છેલ્લા 5.5 વર્ષમાં આ કારને 10 લાખથી વધુ ગ્રાહકો મળ્યા છે.

4/9
image

મારૂતિ સુઝુકી વેગનઆર પોતાની ખાસ બોક્સી ડિઝાઈનને કારણે જાણીતી છે. તે કાર બે પેટ્રોલ એન્જિન વિકલ્પની સાથે આવે છે. 

5/9
image

એક વેરિએન્ટમાં 1.0 લીટરની ક્ષમતાનું એન્જિન આપવામાં આવ્યું છે, જ્યારે બીજા વેરિએન્ટમાં 1.2 લીટરની ક્ષમતાનું પેટ્રોલ એન્જિન મળે છે. આ એન્જિન 5-સ્પીડ મેનુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સની સાથે આવે છે.  

6/9
image

આ કાર CNG વેરિએન્ટમાં પણ વેચાણ માટે ઉપલબ્ધ છે. તેનું પેટ્રોલ વેરિએન્ટ 23.56 કિલોમીટર અને સીએનજી વેરિએન્ટ 34.05 કિલોમીટર સુધીની માઇલેજ આપે છે. 

7/9
image

તેમાં 7 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે, 4 સ્પીકરવાળી મ્યૂઝિક સિસ્ટમ અને સ્ટીયરિંગ પર ઓડિયો અને ફોન કંટ્રોલ મળે છે. 

8/9
image

આ સિવાય ડુઅલ ફ્રંટ એરબેગ, ઈબીડીની સાથે ABS, રિયર પાર્કિંગ સેન્સર અને હિલ-હોલ્ડ અસિસ્ટ જેવા સેફ્ટી ફીચર આપવામાં આવ્યા છે. 

9/9
image

તેની કિંમત 5.54 લાખથી લઈને 7.42 લાખ રૂપિયા વચ્ચે છે. નાના પરિવાર માટે આ આઇડલ કાર છે અને તેને ખુબ પસંદ કરવામાં આવે છે.