જન્માષ્ટમીના દિવસે બુધની રાશિમાં મંગળની એન્ટ્રી, જ્યોતિષીય ગણનામાં આ 3 રાશિઓનું ધનવાન બનવાનું નક્કી
Mangal Gochar Rashifal August: ગ્રહોના સેનાપતિ મંગળ ઓગસ્ટમાં રાશિ પરિવર્તન કરશે. જે દિવસે મંગળનું ગોચર થશે ત્યારે જન્માષ્ટમીનું પર્વ ઉજવવામાં આવશે. જાણો મંગળ ગોચરથી કયાં જાતકોને લાભ થશે.
મંગળ ગોચર
જ્યોતિષમાં નવગ્રહોનું વર્ણન છે. દરેક ગ્રહ એક ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરે છે. આ ક્રમમાં ઓગસ્ટમાં ગ્રહોના સેનાપતિ મંગળ રાશિ પરિવર્તન કરશે. ખાસ વાત છે કે મંગળ ગોચર ભગવાન કૃષ્ણને સમર્પિત પર્વ જન્માષ્ટમીના દિવસે થશે. આ વર્ષે જન્માષ્ટમી 26 ઓગસ્ટ 2024ના છે. 26 ઓગસ્ટે બપોરે 3 કલાક 40 મિનિટ પર મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મંગળને જ્યોતિષમાં ઉર્જા, સાહસ, સફળતા તથા શક્તિ વગેરેનો કારક માનવામાં આવ્યો છે. જ્યોતિષાચાર્યો અનુસાર જન્મકુંડળીમાં મંગળની શુભ સ્થિતિ જાતકને ફર્શથી અર્શ સુધી પહોંચાડી શકે છે. મંગળ ગોચરને કારણે કેટલાક જાતકોને ખાસ લાભ થવાનો છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે મંગળ ગોચર ખુબ શુભ રહેવાનું છે. નોકરી શોધી રહેલા જાતકો માટે આ ગોચર વિશેષ રૂપથી ફળયાદી રહેવાનું છે. તમારા સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. પરિવારના સભ્યોનો સાથ મળશે. નોકરીમાં નવા પ્રસ્તાવ મળી શકે છે. વેપારીઓને લાભ થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે મંગળ ગોચર લાભકારી રહેવાનું છે. સિંહ રાશિના સ્વામી સૂર્ય છે. મંગળ ગોચરના પ્રભાવથી સિંહ રાશિના જાતકોને દરેક કાર્યમાં સફળતા મળશે. મંગળ ગોચરના સમયમાં નોકરીમાં પ્રગતિ સંભવ છે. કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. ધનલાભનો સંકેત છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે મંગળ ગોચર અનુકૂળ રહેવાનું છે. તમને કાર્યસ્થળ પર સકારાત્મક પરિણામ મળશે. નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો તમારી રાહ જોઈ રહ્યો છે. ઘરેલુ સુખમાં વધારો થશે. તમારી આવક પણ સારી રહેશે. તમારી ભૌતિક સુખ-સુવિધામાં વધારો થવાનો સંકેત છે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
Trending Photos