માર્ચ મહિનામાં 4 પાવરફૂલ ગ્રહોનું મહાપરિવર્તન અને 2 ગ્રહોનો થશે ઉદય, આ 3 રાશિવાળાનું ભાગ્ય ફરી જશે, બંપર ધનલાભ થશે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ માર્ચ મહિનો ખુબ ખાસ રહેનાર છે. કારણ કે આ મહિનામાં મોટા મોટા ગ્રહો રાશિ પરિવર્તન કરશે. રાશિ પરિવર્તનની સાથે સાથે ગ્રહોની એવી યુતિ થઈ રહી છે કે જેનાથી શુભ અશુભ યોગ પણ બની રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ માર્ચ મહિનામાં બુધ, શુક્ર, સૂર્ય અને મંગળ ગ્રહો રાશિ પરિવર્તન કરી રહ્યા છે. જ્યારે આ સાથે બુધ અને શનિનો ઉદય પણ થઈ રહ્યો છે. માર્ચ મહિનામાં થઈ રહેલી આ પરિવર્તનની કેટલીક રાશિઓ પર ખુબ જ સકારાત્મક અસર પડશે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોના રાજકુમાર બુધ 7 માર્ચના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ રાહુ ગ્રહ બિરાજમાન છે. આવામાં બુધ અને રાહુની યુતિ બનશે. આ સાથે જ 7 માર્ચના રોજ શુક્ર પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી શનિ બિરાજમાન છે. આવામાં શુક્ર અને શનિની યુતિ કુંભ રાશિમાં લગભગ 30 વર્ષ બાદ થશે. સૂર્ય પણ કુંભ રાશિમાં બિરાજમાન છે. આ સાથે 14 માર્ચના રોજ ગ્રહોના રાજા સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી બુધ સાથે યુતિ થવાથી બુધાદિત્ય રાજયોગ બનશે. આ ઉપરાંત સૂર્ય અને રાહુની યુતિથી ગ્રહણ યોગ બની રહ્યો છે. ત્યારબાદ 15 માર્ચના રોજ બુધ મીન રાશિમાં ઉદય અને 18 માર્ચના રોજ શનિ કુંભ રાશિમાં ઉદય થશે. જાણો આ ફેરફારથી કોને થશે ફાયદો....
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો પર ગ્રહોના આ મહાપરિવર્તનની સકારાત્મક અસર પડવાની છે. આ રાશિના જાતકો માટે આ આખુ વર્ષ ખુશીઓ લાવનારું રહેશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. આ સાથે જ આધ્યાત્મ તરફ ઝૂકાવ વધશે. તીર્થયાત્રા પણ કરી શકો છો. નોકરીયાતોને લાભ મળવાના એંધાણ છે. તેમની મહેનત અને લગનનું ફળ તેમને હવે મળશે. આ સાથે જ તમારા કામથી ઉપરી અધિકારીઓ તમારાથી પ્રસન્ન રહેશે. જે જાતકો નોકરી બદલવાનું વિચારતા હોય તો આ સમયગાળામાં તે કરવું લાભકારી રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળી શકે છે. માર્ચ મહિનામાં આવકના નવા સ્ત્રોત ખુલશે. આવામાં ભરપૂર ધનલાભ થઈ શકે છે.
કુંભ રાશિ
માર્ચ મહિનો કુંભ રાશિના જાતકો માટે પણ ખુબ સારો રહી શકે છે. જ્યાં એક બાજુ શનિ ઉદય થઈ રહ્યો છે. ત્યાં બીજી બાજુ શનિ, શુક્ર અને સૂર્યની યુતિ થઈ રહી છે. આવામાં કુંભ રાશિના જાતકો માટે માર્ચ મહિનો ખુબ સારો રહેશે. જીવનમાં આવનારી દરેક સમસ્યાને સરળતાથી પાર કરી શકશો. આ સાથે જ વેપાર કરનારા જાતકોને પણ ખુબ લાભ મળી શકે છે. નોકરીયાતોને પણ અનેક પ્રકારની ખુશીઓ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. પરિવાર સાથે સારો સમય વીતશે. સંતાનસુખ મળશે. જીવનમાં સકારાત્મકતા વધશે. આર્થિક સ્થિતિ મજબૂત હોવાની સાથે બચત કરવામાં પણ સફળ થઈ શકો છો.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે માર્ચ મહિનો ખુબ સારો રહેશે. લાંબા સમયથી અટકેલા કામ એકવાર ફરીથી શરૂ થઈ જશે. આ સાથે જ પિતા, ગુરુ અને મેન્ટરનો પૂરેપૂરો સહયોગ મળશે. જેનાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. પરિવાર સાથે સારો સમય વિતશે. ઘર પર લાંબા સમયથી ચાલી રહેલા વાદ વિવાદનો હવે અંત આવી શકે છે. શુક્રની કૃપાથી ધન વૈભવ મળશે. આ સાથે જ સંતાન તરફથી ચાલી રહેલી પરેશાનીઓ પણ દૂર થઈ શકે છે. સામાજિક ક્ષેત્રે લોકપ્રિયતા વધશે. તમારા દ્વારા લેવાયેલા નિર્ણયમાં હવે સફળતા મળી શકે છે. તમારી વાણી ખુબ પ્રભાવશાળી સાબિત થઈ શકે છે. વૈવાહિક જીવન માટે આ મહિનો ખુબ સારો રહેશે. જીવનસાથીનો પૂરેપૂરો સાથ મળશે.
Trending Photos