મંગળ ઉદય થવાથી આ જાતકોનો થશે ભાગ્યોદય, જીવનમાં થશે ધનનો વરસાદ, દરેક કાર્યોમાં મળશે સફળતા
Mars Transit Mangal Uday; Horoscope Rashifal : 16 જાન્યુઆરીએ મંગળ ધન રાશિમાં ઉદય થશે. મંગળના ઉદય થવાથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનો છે. જ્યોતિષમાં મંગળ ગ્રહને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. મંગળને બધા ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે. મંગળને ઉર્જા, ભાઈ, ભૂમિ, શક્તિ, સાહસ, પરાક્રમ, શૌર્યનો કારક ગ્રહ કહેવામાં આવે છે. મંગળ ગ્રહને મેષ અને વૃશ્ચિક રાશિનું સ્વામિત્વ પ્રાપ્ત છે. તે મકર રાશિમાં ઉચ્ચ હોય છે, જ્યારે કર્ક તેની નીચ રાશિ છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે. મા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. કાર્યોમાં સફળતા મળશે. નવુ વાહન કે મકાન ખરીદી શકો છો. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. ધન લાભ થશે. જીવનસાથી સાથે સમય પસાર કરશો.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ સમય શુભ રહેવાનો છે. ધન લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે. મા લક્ષ્મી મહેરબાન રહેશે. દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ આવશે. પરિવારના કોઈ સભ્ય સાથે સમય પસાર કરવાનો અવસર મળશે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ સમય વરદાન સમાન છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી. જીવનસાથીનો સહયોગ મળશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે સમય શુભ છે. મા લક્ષ્મીની કૃપાથી ધન લાભ થશે. સુખ-સમૃદ્ધિમાં વધારો થશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને શુભ પરિણામ મળશે. આર્થિક પક્ષ મજબૂત થશે. નવુ કાર્ય શરૂ કરવા માટે શુભ સમય છે. નોકરી અને વેપારમાં પ્રગતિનો યોગ બની રહ્યો છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખુબ સારો છે. લગ્ન જીવન સુખમય રહેશે. મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે.
ધન રાશિ
મા લક્ષ્મીની કૃપાથી આર્થિક પક્ષ મજબૂત થશે. પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે. ધન લાભ થવાનો યોગ બની રહ્યો છે. માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોને શુભ ફળની પ્રાપ્તિ થશે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.
Trending Photos