શુક્રના નક્ષત્રમાં 699 દિવસ બાદ મંગળનું ગોચર, ધન-સંપત્તિથી આ જાતકોનો ખજાનો ભરાશે

Mangal Rashifal Mars Horoscope Venus Constellation: મંગળ દેવ વૃષભ રાશિમાં બિરાજમાન છે અને કૃતિકા નક્ષત્રમાં ગોચર કરી રહ્યાં છે. 3 દિવસ બાદ મંગળ શુક્રના નક્ષત્રમાં ગોચર કરશે, જેનાથી કેટલાક જાતકો પર ધન-વર્ષા થશે. 

મંગળનું નક્ષત્ર પરિવર્તન

1/5
image

મંગળનું રાશિ પરિવર્તન જ નહીં પરંતુ નક્ષત્ર પરિવર્તન પણ ખાસ માનવામાં આવે છે. મંગળના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક રાશિના જાતકો પર પડે છે. મંગળ દેવ વૃષભ રાશિમાં બિરાજમાન છે અને કૃતિકા નક્ષત્રમાં ગોચર કરી રહ્યાં છે. દૃક પંચાહ અનુસાર લગભગ 2 વર્ષ બાદ મંગળ આ નક્ષત્રમાં પ્રવેશ કરશે. રોહિણી નક્ષત્રના સ્વામી શુક્ર છે. તેવામાં આવો જાણીએ શુક્રના નક્ષત્રમાં મંગળના ગોચરથી કઈ રાશિના જાતકોને જબરદસ્ત લાભ મળી શકે છે. મંગળ 27 જુલાઈએ નક્ષત્ર પરિવર્તન કરશે.

મેષ રાશિ

2/5
image

મેષ રાશિના જાતકો માટે શુક્રના નક્ષત્રમાં મંગળનું આ નક્ષત્ર પરિવર્તન ફાયદાકારક માનવામાં આવી રહ્યું છે. તમારા વર્ષોથી અટવાયેલા કામ થવા લાગશે. ધન સંપત્તિમાં વધારો થવાની સંભાવના જોવા મળી રહી છે. માતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. તો કારોબારીઓ માટે આ દિવસ શુભ માનવામાં આવી રહ્યો છે.   

વૃષભ રાશિ

3/5
image

શુક્રના નક્ષત્રમાં મંગળનું ગોચર કરવાથી કન્યા રાશિના લોકોને ફાયદો થશે. કાયદાકીય મામલામાં તમારી જીત થઈ શકે છે. બિઝનેસ કરી રહેલા લોકોને ગુડ ન્યૂઝ મળી સકે છે. પ્રોપર્ટીમાં કરેલું જૂનું રોકાણ તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. કામના સિલસિલામાં યાત્રા કરવી પડી શકે છે. તો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

મકર રાશિ

4/5
image

તમારા લોકો માટે મંગળ ગ્રહનું નક્ષત્ર પરિવર્તન લાભદાયક સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારી કામ-ધંધામાં પ્રગતિ થશે. સાથે આ સમયમાં આવકના નવા સ્ત્રોત બનશે. આ દરમિયાન તમારી સમાજના મોટા અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે, જે આગળ તમને લાભ કરાવી શકે છે. આ દરમિયાન તમે કોઈ જમીન કે સંપત્તિ ખરીદી શકો છો. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. તો તમે દેશ-વિદેશની યાત્રા પણ કરી શકો છો.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.