મકરસંક્રાંતિના અવસરે પાવન નદીઓ પર લોકો લગાવી રહ્યાં છે 'આસ્થાની ડૂબકી', શ્રદ્ધાળુઓનો જમાવડો

આજે આખો દેશ મકરસંક્રાંતિનો પર્વ ઉજવી રહ્યો છે. આ એક એવો તહેવાર છે જેનું નિર્ધારણ સૂર્યની ગતિ પર હોય છે. 

પોષ માસમાં જ્યારે સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે આ પર્વની ઉજવણી થાય છે. આ તહેવાર મહિનાની 14મી કે 15મી તારીખે આવતો હોય છે. કારણ કે આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે. મકર સંક્રાંતિના દિવસે જ સૂર્યની ઉત્તરાયણ ગતિ શરૂ થયા છે. આથી આ પર્વને ઉત્તરાયણ પણ કહે છે. 14 જાન્યુઆરીના રોજ દેશભરમાં મકર સંક્રાંતિ, અસમમાં બિહૂ, તામિલનાડુમાં પોંગલ, ગુજરાતમાં ઉત્તરાયણ અને આંધ્ર પ્રદેશમાં ભોગીની ઉજવણી થાય છે. 

વારાણસીમાં આસ્થાની ડૂબકી

1/5
image

હિન્દુ ધર્મના આ પાવન પર્વ પર આજે સવારે દેશની પ્રમુખ નદીઓમાં શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી. બાબા વિશ્વનાથની નગરી વારાણસીના ગંગા ઘાટો પર સવારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યાં અને આસ્થાની ડૂબકી લગાવી.

કડકડતી ઠંડીમાં પણ ડૂબકી લગાવી

2/5
image

વારાણસીમાં છેલ્લા એક અઠવાડિયાથી શીત લહેર ચાલી રહી છે. પરંતુ દશાશ્વમેઘ વિસ્તાર સહિત ગંગા કિનારે તમામ પ્રમુખ ઘાટો પર મોડી રાત સુધી બહારથી આવનારા લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. જિલ્લા તથા પોલીસ પ્રશાસને પણ સ્નાન કરતા આવનારા લોકોને અસુવિધાથી બચાવવા માટે પુરતો બંદોબસ્ત કર્યો છે. સ્નાન દરમિયાન ઘાટો ઉપરાંત ગંગાની બીજી તરફ પણ શ્રદ્ધાળુઓની ખુબ ભીડ જોવા મળી. 

શીત લહેર પર ભારે પડી આસ્થા

3/5

સંગમ ઘાટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ

4/5
image

પ્રયાગરાજના સંગમ ઘાટ પર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા અને માઘ મેળામાં સ્નાન કર્યું. હરિદ્વાર, ગઢમુક્તેશ્વરના વ્રજ ઘાટ (હાપુડ), પ્રયાગરાજના સંગમ ઘાટ પર મકર સંક્રાંતિના પર્વ માટે સવારથી જ લોકોની ભીડ ઉમટી છે. 

જપ તપનું વિશેષ મહત્વ

5/5
image

હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિના પાવન પર્વ પર જપ, તપ, દાન, સ્નાન, તર્પણ વગેરેનો ખુબ મહિમા છે. એવી ધારણા છે કે આ અવસરે કરાયેલું દાન સો ગણું વધીને પાછું પ્રાપ્ત થાય છે.