Mahindra XUV400 આંખના પલકારામાં પકડી લેશે 100kmph સ્પીડ, 5 તસવીરોમાં જુઓ ફીચર્સ

ગ્રાહકો માટે XUV400 ની ટેસ્ટ ડ્રાઇવ ડિસેમ્બર 2022 થી શરૂ થશે, જ્યારે તેની કિંમતની જાહેરાત જાન્યુઆરી 2023 માં કરવામાં આવશે.અહીં અમે તમને 5 તસવીરો દ્રાર કાર સથે જોડાયેલી તમામ ડિટેલ્સ તમારા સુધી પહોંચાડવાના છીએ. 

1/5
image

Mahindra XUV400 Electric SUV: મહિન્દ્રાએ ભારતીય બજારમાં પોતાની પહેલી ઇલેક્ટ્રિક એસયૂવી લોન્ચ કરી દીધી છે. જેને XUV400 નામ આપવામાં આવ્યું છે. આ ગાડીમાં તમને 150 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ સાથે ફૂલ ચાર્જ કરતાં 456 કિમી. સુધીની રેંજનો દાવો કરવામાં આવ્યો છે. સાથે કંપનીનું માનીએ તો આ ઇલેક્ટ્રિક એસયૂવી એટલી પાવરફોલ છે કે ફક્ત 8.3 સેકન્ડમાં 0 થી 100kmph ની સ્પીડ પકડી લે છે. ગ્રાહકો માટે XUV400 ની ટેસ્ટ ડ્રાઇવ ડિસેમ્બર 2022 થી શરૂ થશે, જ્યારે તેની કિંમતની જાહેરાત જાન્યુઆરી 2023 માં કરવામાં આવશે.અહીં અમે તમને 5 તસવીરો દ્રાર કાર સથે જોડાયેલી તમામ ડિટેલ્સ તમારા સુધી પહોંચાડવાના છીએ. 

2/5
image

જોવા જઇએ તો આ કંપનીની XUV300  સબકોમ્પેક્ટ SUV નું જ ઇલેક્ટ્રિક વર્જન છે, પરંતુ તેમાં ઘણા ફેરફાર પણ કરવામાં આવ્યા છે. સૌથી પહેલો બદલાવ છે તેની લંબાઇ. આ 4 મીટર કરતાં વધુ લાંબી ગાડી છે. XUV400 ની લંબાઇ,  4,200mm અને પહોળાઇ 1821mm છે. જ્યારે તેના વ્હીલબેસ  2600mm નું છે. લંબાઇ વધવાનો સીધો ફાયદો પેસેંજર્સને વધુ લેગરૂમ અને બૂટ સ્પેસના રૂપમાં મળશે. 

3/5
image

બીજો મોટો ફેરફાર છે  તેના એક્સટીરિયરમાં મળનાર કોપર એલિમેંટ. તેમાં રૂફથી માંડીને હેડલાઇન, ટેલલાઇટ, લોગો અને ફ્રન્ટ બંપર સુધીમાં કોપર ઇંસર્ટ જોવા મળે છે. ફ્રન્ટમાં તમને રેડિએટર ગ્રિલના બદલે પ્લાસ્ટિક ઇંસર્ટ મળે છે. તેમાં હેડ્લાઇટ્સ સાથે ડે-ટાઇમ રનિંગ લાઇટ્સ (ડીઆરએલ) આપવામાં આવ્યા છે. જોકે ફોગ લેપ્સ નહી મળે. સાઇડમાં 16 ઇંચનો ડાયમંડ કટ એલોય વ્હીલ આપવામાં આવ્યા છે. પાછળની તરફ નવી ડિઝાઇનવાળી ટેલલેપ્સ છે. તેની બૂટ સ્પેસ 378 લીટરની છે. 

4/5
image

ઇન્ટીરિયરનો લેઆઉટ ઘણી હદ સુધી XUV300 જેવી જ છે. તેમાં એંડ્રોઇડ ઓટો અને એપ્પલ કારપ્લે સાથે 7.0 ઇંચ ટચસ્ક્રીન ઇંફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે. ટચસ્ક્રીનની બરોબર નીચે ઓટો ક્લાઇમેટ કંટ્રોલ મળે છે. આ ઉપરાંત ઓટો હેટલાઇટ્સ, રેન સેંસિંગ વાઇપર, પાવર ફોલ્ડેબલ વિંગ મિરર અને ડ્રાઇવ મોડ જેવા ફીચર્સ XUV300 ની માફક જ છે. તેમાં 60 થી વધુ કનેક્ટેડ કાર ફીચર્સ છે, જેમાં સ્માર્ટફઓન કનેક્ટિવિટી પણ સામેલ છે. 

5/5
image

કંપનીનું માની તો તેમાં 39.4 kW નું બેટરી પેક મળે છે. જે ફૂલ ચાર્જમાં લગભગ 450KM રેંજ ઓફર કરશે. તેની ઇલેક્ટ્રિક મોટર 145 bhp અને 310 Nm નો પીક ટોર્ક આપે છે. બેટરીને 50 kW DC ફાસ્ટ ચાર્જર સાથે 80 ટકા ચાર્જ કરવામાં ફક્ત 50 મિનિટનો સમય લાગે છે. જ્યારે ઘરેલૂ સોકેટનો ઉપયોગ કરવા પર ફૂલ ચાર્જ કરતાં 13 કલાકનો સમય લાગશે. નવી Mahindra XUV400 નો મુકાબલો  MG ZS EV, Tata Nexon EV અને Tata Nexon EV Max થી હશે.