Mahashivratri: મહાશિવરાત્રિ પર બન્યો અત્યંત દુર્લભ યોગ! આ 3 રાશિઓનું ભાગ્ય પલટી નાખશે મહાદેવ, ધન-સંપત્તિમાં થશે વધારો

મહાશિવરાત્રિને ધર્મ અને જ્યોતિષમાં ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. આ વર્ષે મહાશિવરાત્રિ 8 માર્ચે એટલે કે આજે છે અને ગ્રહોનો ખુબ જ શુભ યોગ પણ બની રહ્યો છે. મહાશિવરાત્રિના અવસરે કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગ બનવો એ 3 રાશિવાળાને ખુબ જ લાભ કરાવશે. મહાદેવની કૃપા વરસશે. આ ઉપરાંત મહાશિવરાત્રિ પર શિવયોગ, સિદ્ધ યોગ અને સર્વાર્થ યોગ પણ બની રહ્યા છે. 

કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગ

1/7
image

આજે મહાશિવરાત્રિ પર કુંભ રાશિમાં શુક્ર, શનિ અને સૂર્યની યુતિથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. સૂર્ય અને શનિ પહેલેથી જ કુંભ રાશિમાં છે. જ્યારે મહાશિવરાત્રિના એક દિવસ પહેલા 7 માર્ચના રોજ શુક્ર પણ ગોચર કરીને કુંભમાં આવી ગયો છે. આ ત્રણેય ગ્રહો કુંભ રાશિમાં ભેગા થતા ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. 

મીનમાં બુધનું ગોચર

2/7
image

આ ઉપરાંત 7 માર્ચના રોજ બુધ ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. તથા માર્ચના અંત સુધીમાં આ રાશિમાં રહેશે. આ રીતે બે મોટા ફેરફારની અસર પણ તમામ રાશિઓ પર પડશે. 3 રાશિવાળા એવા છે જેમના માટે આ યોગ મહાશિવરાત્રિથી જીવનમાં સારા દિવસોની શરૂઆત કરાવશે. ભાગ્ય પલટાઈ જશે.   

શુભ યોગ

3/7
image

વધુ એક યોગ બની રહ્યો છે. મંગળ અને ચંદ્રમા મકર રાશિમાં બિરાજમાન થઈને લક્ષ્મી યોગ બનાવશે. મહાશિવરાત્રિ પર શિવ યોગ, સિદ્ધ યોગ, સર્વાર્થ સિદ્ધ યોગ પણ બની રહ્યા છે. આ સાથે જ શ્રવણ નક્ષત્ર અને ઘનિષ્ઠા નક્ષત્ર રહેશે. આ શુભ યોગોનો સંયોગ 3 રાશિઓ માટે અત્યંત શુભ છે. જાણો તે લકી રાશિઓ વિશે....

મેષ રાશિ

4/7
image

મેષ રાશિવાળા માટે મહાશિવરાત્રિ પર બની રહેલો ત્રિગ્રહી યોગ સહિત અન્ય યોગ ખુબ ફાયદો  કરાવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. નવો વેપાર શરૂ કરી રહ્યા હશો તો તેમાં અપાર સફળતા મળશે. વેપારી જાતકોને આ મહિને તગડો નફો થઈ શકે છે. ઘરમાં ખુશહાલી રહેશે. 

વૃષભ રાશિ

5/7
image

મહાશિવરાત્રિ પર ગ્રહોની ચાલ વૃષભ રાશિવાળા માટે પણ લાભકારી સાબિત થઈ શકે છે. તમારી સમસ્યાઓનો હવે અંત આવશે. નવી શરૂઆત થશે. તમારી મહેનત અને સંઘર્ષનું ફળ મળશે. પ્રમોશન મળવાના યોગ છે. મુસાફરી કરી શકો છો.   

તુલા રાશિ

6/7
image

મહાશિવરાત્રિથી તુલા રાશિવાળાના જીવનમાં પણ સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. નવા રસ્તા ખુલશે. તમને નવી તકો અને જવાબદારીઓ મળશે. નવી પ્રોપર્ટી ખરીદી શકો છો. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. 

7/7
image