અંબાજી ચાચર ચોકમાં તારલાથી ભરેલું આકાશ નીચે ઉતર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા, જુઓ Photos
અંબાજી મંદિરમાં શરદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. મંદિરના ચાચરચોકમાં હજ્જારો દીવડાઓની આરતી કરાઈ હતી. સૌપ્રથમ વખત શરદ પૂર્ણિમા મહોત્સવે 30 હજાર જેટલા દીવડાઓથી માં અંબેની આરતી ઉતારાઈ હતી.
1/9
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા, ધારાસભ્યોને, સંસદ સભ્યો સહીત કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પણ ઉપસ્થિત રહ્યા. અંબાજી મંદિર પરિષર સાહિત અંબાજીના બજારોમાં વેપારીઓને યાત્રિકોએ પણ દીપ પ્રગટાવી મહાઆરતીમાં ભાગ લીધો.
2/9
હવેથી દર શરદ પૂનમે અંબાજીમાં મહાઆરતી ન કાર્યકમ યોજાય તેવો અભિગમ ગૃહમંત્રીએ જણાવ્યું હતું. મંદિરના ચાચરચોકમાં તેમજ બજારના કેટલાક વિસ્તારોમાં મહાઆરતી દરમિયાન લાઈટો બંધ કરાતા જાણે તારલાથી ભરેલું આકાશ નીચે ઉતરી આવ્યું તેવા દ્રશ્યો સર્જાયા હતા.
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
Trending Photos