Love Your Parents: માતા-પિતા પણ પોતાના સંતાનો પાસેથી ઈચ્છે છે પ્રેમ અને પ્રશંસા...
ઝી બ્યૂરો, અમદાવાદઃ માતા-પિતા પોતાના સંતાનોને ખુબ જ પ્રેમ કરતા હોય છે. નાનપણથી પેરેન્ટ્સ પોતાના બાળકોને ખુબ જ પ્રેમ, લાગણી અને કાળજી રાખીને ઉછેરતા હોય છે. જોકે, માતા-પિતા પોતે પણ એવી આશા રાખતા હોય છેકે, તેમના સંતાનોને પણ તેમની તરફથી એવો જ પ્રેમ મળે.
માતા-પિતા અને આજના બાળકો...
પરિવાર અને રિલેશનશિપ આપણા જીવનનો સુંદર ભાગ હોય છે. ખુશીનો સમય હોય અથવા તો આપણે દુખોમાં ઘેરાયેલા હોય, આપણો પરિવાર અને રિલેશનમાં બંધાયેલા લોકો દરેક એવા સમયે જ્યારે આપણને તેમની સૌથી વધારે જરૂર હોય છે તેઓ આપણી સાથે ઊભા હોય છે. તમારામાંથી કેટલાકને પોતાના માતા-પિતાની સાથે ઘણો સારો સંબંધ હશે. ત્યારે કેટલાક લોકો માટે પોતાના રિલેશનશિપને જાળવી રાખવું કોઇ ચેલેન્જથી ઓછુ નથી હોતું. પરંતુ સંબંધોની સુંદરતા ત્યારે જ જળવાઇ શકે છે. જ્યારે આપણે તેને પ્રેમથી ઉછેરીએ અને સમજદારીથી કામ લેતા પોતાના લોકોનો સાથ જાળવી રાખવામાં સફળ રહીએ. તમે પોતાનામાં કેટલાક બદલાવ લાવીને તમે પોતાના પેરેન્ટ્સની સાથે પોતાનું રિલેશનશિપ વધારે મજબૂત બનાવી શકીએ છીએ.
પોતાની ભૂલોની જવાબદારી લો
સારા રિલેશનશિપ માટે જરૂરી છે કે તમે જે પણ ખોટુ કરો છો તે સ્વીકારી લો. હંમેશા બીજાને દોષ આપવો યોગ્ય નથી. પોતાની ભૂલોને સ્વીકારતા શીખો. જ્યારે તમારા પેરેન્ટ્સ તમને કોઇ વાત સમજાવે ત્યારે તેને શાંતિથી સમજવાનો પ્રયાસ કરો. હંમેશા ઉતાવળમાં કોઇ તર્ક આપવો અથવા હતાશાની સાથે પ્રતિક્રિયા આપવાથી રિલેશનશિપમાં કડવાહટ આવી જાય છે.
તેમની સલાહ પર ચાલતા શીખો
જ્યારે જીવન વિશે શીખવાની વાત આવે છે ત્યારે તમે પોતાના માતા-પિતાના અનુભવ અને જ્ઞાનથી ફાયદો ઉઠાવી શકો છો. અનુભવથી મોટો કોઇ શિક્ષક નથી હોતો. તમારા પેરેન્ટ્સની પાસે તમારા કરતાં વધારે અનુભવ હોય છે. અને એટલા માટે તેમનામાં પરિસ્થિતિઓની ઓળખ કરવાની ક્ષમતા કેટલાય ઘણી વધારે હોય છે જે તમને યોગ્ય માર્ગ દર્શાવી શકે છે. એટલા માટે પોતાના વડીલોની વાતને માનો અને તેની સલાહ પર ચાલવાનો પ્રયાસ કરો.
સાથે સમય પસાર કરવો જરૂરી
આજની લાઇફમાં જ્યારે આપણી પાસે સમયનો અભાવ હોય છે. ત્યારે આપણા પેરેન્ટ્સને પણ એકલતાનો અનુભવ થતો હશે. એટલા માટે તેમને ખુશ રાખવા અને સંબંધમાં ખુશીઓ લાવવા માટે જરૂરી છે. કે તમે પોતાના માતા-પિતા સાથે વધારેમાં વધારે સમય પસાર કરવાનો પ્રયાસ કરો. તમારી વાતો અને તમારો સાથ ઘણો બધો બદલાવ લાવી શકે છે. તમે તેના મિત્ર બનીને પોતાના સંબંધમાં એકબીજાની લાગણીઓથી રંગ ભરી શકો છો.
આપણા સગાઓને પ્રેમની જરૂર છે
દરેક વ્યક્તિ પ્રેમ અને પ્રશંસા ઇચ્છે છે. તમારા પેરેન્ટ્સ પણ તેનાથી અલગ નથી.. તમારા માટે માત્ર પોતાના માતા-પિતા માટે પ્રેમનો અનુભવ કરવો પર્યાપ્ત નથી. તમારે તેમની સામે પ્રેમ વ્યક્ત કરવો પણ જરૂરી છે.. જ્યારે તમે તેમને જણાવો છો કે તમે તેમને ખૂબ જ પ્રેમ કરો છો અને તમે તે તમામ વસ્તુઓ માટે તમે તેમના આભારી છો જે તેમણે તમારા માટે કરી છે, તો તેનાથી તમારા સંબંધમાં તેની ઊંડી અસર થશે. પોતાના પ્રેમને વ્યક્ત કરવાની એક બીજી રીત પણ છે, તમે કેટલીય જગ્યાએ તેમના માટે સન્માન વ્યક્ત કરો.
આ રીતે સંબંધ વધારે મજબૂત બનશે
તેમાં કોઇ શંકા નથી કે તમે જીવનમાં ક્યારેકને ક્યારેક પોતાના પેરેન્ટ્સની વાતોથી નારાજ થયા હશો. આ જીવનનું અંગ છે કે ક્યારેક તમે કોઇનાથી સહમત થશો તો ક્યારેક અસહમત. પરંતુ તેના માટે કોઇને કડવાહટથી પ્રતિક્રિયા આપવી કોઇ પણ રિલેશનશિપમાં કડવાહટ ભરી શકે છે. એટલા માટે પોતાના સંબંધને પ્રેમથી સજાવી રાખો અને જે પણ તમે ખોટુ કરો તેના માટે ખુલ્લા મનથી ક્ષમા માંગો. વિશ્વાસ રાખો તમારા સંબંધ વધારે મજબૂત થશે અને સુંદર બનશે.
Trending Photos