દિલ્હી હિંસા : કેવી છે અત્યારે હાલત? જુઓ લેટેસ્ટ તસવીરો
નવી દિલ્હી : ઉત્તર પૂર્વી દિલ્હી (North East Delhi)માં પરિસ્થિતિ ધીરેધીરે સામાન્ય થઈ રહી છે. લોકો હવે પોતાના રોજિંદા જીવન માટે ઘરની બહાર નીકળી રહ્યા છે. જોકે ફરીથી કોઈ અપ્રિય ઘટના ન બને એટલે સુરક્ષાવ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. જુઓ તસવીરોમાં દિલ્હીની લેટેસ્ટ સ્થિતિ...
દિલ્હી હિંસા (Delhi Violence)માં FIR ની સંખ્યા વધીને 167 થઈ ગઈ છે. આ મામલામાં 36 મામલા આર્મ્સ એક્ટર હેઠળ નોંધાયા છે. આ હિંસામાં કુલ 42 મોત થયા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) શનિવારે સાંજે દિલ્હી હિંસા મુદ્દે વાત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે માહિતી આપી હતી કે તેમણે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ કરી છે.
શનિવારે હિંસાની કોઈ ઘટના નથી નોંધાઈ અને સરકારની પ્રાથમિકતા બહુ જલ્દી સ્થિતિને સામાન્ય કરવાની છે.
મુખ્યમંત્રીએ કહ્યું છે કે હિંસા પ્રભાવિત વિસ્તારમાં વળતર માટે 69 વ્યક્તિઓના ફોર્મ મળ્યા છે. અરજી કરનાર વ્યક્તિઓને રવિવાર સુધી તાત્કાલિક મદદ મળી જશે.
Trending Photos