water bottle suggestions for summer: કાળઝાળ ગરમીમાં પણ આ બોટલમાં રાખેલું પાણી 24 કલાક આપશે ઠંડક! 

નવી દિલ્લી: ગરમીની સિઝન આવી ગઈ છે. હવે તો બપોરની સાથે સવારે અને રાત્રે પણ ગરમી વધી ગઈ છે. ગરમીમાં સૌથી વધુ જરૂર હોય છે ઠંડા પાણીની. પરંતુ બહાર જતા સમયે ઠંડું પાણી મળવું મુશ્કેલ થઈ જાય છે. પછી આપણે મજબૂરીમાં ઠંડા પાણીની બોટલ ખરીદવી પડે છે. પરંતુ આ બોટલમાં વધુ વાર સુધી પાણી ઠંડું નથી રહેતું. પરંતુ આજે અમે તમને એવી બોટલ્સ વિશે જણાવીશું, જે 24 કલાક સુધી પાણીને ઠંડુ રાખે છે. તે લીક પ્રુફ છે અને સારી ક્વોલિટી વાળી બોટલ્સ છે. તમે વર્ષો વર્ષ તેનો વપરાશ કરી શકો છો અને તેને સાથે રાખવી સરળ છે. અડધા કે એક લિટરની બોટલ એક હજારથી ઓછા રૂપિયામાં મળી શકે છે.

બોલ્ડફિટ સ્ટેઈનલેસ સ્ટીલ વોટર બોટલ

1/5
image

 

આ બોટલ સ્ટેઈનલેસ સ્ટીલથી બની છે. બોલ્ડ કલર્સની સાથે સ્ટાઈલિશ લૂક ધરાવતી આ બોટલ કૂલ લાગે છે અને પાણી તેમજ પીણાને લાંબા સમય સુધી ઠંડું કે ગરમ રાખી શકે છે. એક લિટરની બોટલ તમે ફ્લિપકાર્ટ પરથી 1050 રૂપિયામાં ખરીદી શકો છો. આ લીકેજ પ્રૂફ પણ છે.

મિલ્ટન થર્મોસ્ટીલ ટિયારા 900

2/5
image

જો તમે સ્લિક અને સુંદર વોટર બોટલ ખરીદી રહ્યા છો તો આ બેસ્ટ ઑપ્શન છે. ગોલ્ડન કલરમાં તે સ્ટાઈલિ લાગે છે. 900 મિલીની ક્ષમતા ધરાવતી આ બોટલ તમને ફ્લિપકાર્ટ પરથી 1042 રૂપિયામાં મળી જશે.

સેલ્લો સ્વિફ્ટ સ્ટેઈનલેસ સ્ટીલ ડબલ વૉલ્ડ ફ્લાસ્ક

3/5
image

જૂની અને જાણીની એવી સેલ્લોની વોટર બોટલ પણ ઉનાળામાં તમને અને પાણીને કૂલ રાખશે. એક લિટરના ફ્લાસ્કની કિંમત માત્ર 899 રૂપિયા છે. આ ડબલ વૉલ ફ્લાસ્ટ છે, જે લાંબા સમય સુધી પાણીને ઠંડુ રાખવામાં મદદ કરે છે.

iGRiD સ્ટેનલેસ સ્ટીલ કોલ્ડ વેક્યુમ ડ્રિકિંગ બોટલ

4/5
image

જો તમે વોટર બોટલ્સના શોખીનો છો અને કાંઈક હટકે ડિઝાઈન ધરાવી બોટલ લેવી છે તો તમે આ બોટલ ટ્રાય કરી શકો છો. ટ્રાવેલિંગ સમયે કેરી કરવા માટે આ બોટલ બેસ્ટ છે. 500 મિલીની ક્ષમતા ધરાવતી આ બોટલ 859 રૂપિયામાં મળી રહેશે.

iGRiD સ્ટેઈનલેસ સ્ટીલ ડબલ વૉલ ઈન્સ્યુલેટેડ વોટર બોટલ

5/5
image

જો તમે વધુ ક્ષમતા બોટલ મીડિયમ બજેટમાં શોધી રહ્યો છો તો આ બેસ્ટ ઓપ્શન છે. એક લિટરની આ બોટલ માત્ર 969 રૂપિયામાં પડશે. અને આખો દિવસ પાણી ઠંડુ રાખશે. તેને સાફ કરવી પણ સરળ છે.