સૂતા-સૂતા પણ ઘટાડી શકાય છે વજન, અપનાવો આ પાંચ સરળ ટિપ્સ

Weight Loss Tips: આજકાલ ઘણા લોકો વજન વધારાથી પરેશાન છે. લોકો વજન ઘટાડવા માટે અનેક પ્રકારની કસરત કરતા હોય છે. કેટલાક લોકો વજન ઘટાડવા માટે જમવાનું છોડી દે છે તો કેટલાક લોકો એક્સરસાઇઝ એટલા માટે નથી કરતા કે તેના શરીરમાં દુખાવો થવા લાગે છે. ઘણીવાર તમે સાંભળ્યું હશે કે વધુ સુવાધી મોટાપો વધે છે, પરંતુ તમને કહીએ કે સૂતા સૂતા પણ વજન ઘટાડી શકાય છે, તો તમે શું કહેશો? આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે સૂતા સૂતા કઈ રીતે વજન ઘટાડી શકાય છે. તમારે સૂતા-સૂતા આ સરળ સ્ટેપ્સ ફોલો કરવાના છે. 

ભોજન કર્યા બાદ સીધા સૂવા ન જાવ

1/5
image

તમે જોયુ હશે કે ઘણા લોકો ભોજન કર્યા બાદ સીધા સૂવા પહોંચી જાય છે. તેના કારણે પાચન ક્રિયા પર અસર પડે છે અને મેટાબોલિઝ્મ સ્લો થઈ જાય છે, જેથી વજન ઝડપથી વધે છે. જો તમે પણ વજન ઘટાડવા ઈચ્છો છો કે મેન્ટેન કરવા ઈચ્છો છો તો તમારે સૂવાના ત્રણ-ચાર કલાક પહેલા ભોજન કરી લેવું જોઈએ. તેનાથી તમારૂ મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે અને તમારૂ વજન ઘટવા લાગે છે. 

ગ્રીન ટી પીને સૂવો

2/5
image

તમે સાંભળ્યું હશે કે સૂતા પહેલા ચા ન પીવી જોઈએ પરંતુ જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો તમારે સૂતા પહેલા ગ્રીન ટીનું સેવન જરૂર કરવું જોઈએ. ગ્રીન ટીમાં ફ્લેવોનોઇડ નામનું તત્વ હોય છે. તે મેટાબોલિઝ્મને બૂસ્ટ કરવામાં સહાયતા કરે છે. જો તમે સૂતા પહેલા ગ્રીન ટી લેશો તો તમને વજન ઘટાડવામાં મદદ મળશે. 

ધાબળો કે ચાદર વગર સૂવું

3/5
image

જો તમે ગરમ તાપમાનની જગ્યાએ ઠંડા માહોલમાં સૂવો તો તે તમારા મેટાબોલિઝ્મને વધારવામાં મદદ કરે છે. જે લોકો ઓઢ્યા વગર સૂવે છે તેના શરીરમાં કેલેરી વધુ બર્ન થાય છે. એક રિસર્ચમાં વાત સામે આવી છે કે રૂમનું તાપમાન ઓછુ થવા પર સારા બ્રાઉન ફેટની માત્રા વધી જાય છે. તેનાથી શરીરમાં એક્સ્ટ્રા બ્લડ સુગરથી છુટકારો મળે છે અને વધુ કેલેરી બર્ન થવાથી વજન ઘટાડવામાં સહાયતા મળે છે. 

કેસિઇન પ્રોટીન શેક પીવો

4/5
image

સૂતા પહેલા તમે કેસિઇન પ્રોટીન શેક પીવો છો તો તમારા મેટાબોલિઝ્મને બૂસ્ટ કરવામાં મદદ મળે છે. આમ કરવાથી તમારૂ વજન ઘટાડવામાં મદદ મળે છે પરંતુ કેસિઇન પ્રોટીન શેકના ઉપયોગ પહેલા ડોક્ટર કે ડાઇટિશિયનની સલાહ જરૂર લેવી જોઈએ. 

તૂટક તૂટક ઉપવાસ કરો

5/5
image

જે લોકો ઈન્ટરમિન્ટેન્ટ ફાસ્ટિંગ કરે છે તેના શરીરમાં રહેલ સુગર સ્ટોર ખતમ થઈ જાય છે અને શરીરના એક્સ્ટ્રા ફેટ બર્ન થવા લાગે છે એટલે કે સૂવાના 4 કલાક પહેલા કંઈ ખાવ નહીં અને આ દરમિયાન માત્ર પાણી પીવો. તેનાથી તમારૂ વજન કંટ્રોલ કરવામાં સહાયતા મળે છે.