Lakshadweep Tourism: લક્ષદ્વીપ જાવ તો આ 5 ડેસ્ટિનેશન્સ કરશો નહી મિસ, યાદગાર રહેશે ટૂર

Lakshadweep Tourism: ભારતના સૌથી મહત્વપૂર્ણ ટાપુઓમાંથી એક લક્ષદ્વીપ તેની સુંદરતા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તે 36 ટાપુઓનો સમૂહ છે જેની દરિયાઈ સીમા અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ સમુદ્રને સ્પર્શે છે. પીએમ મોદીની મુલાકાતને કારણે છેલ્લા કેટલાક દિવસોથી ટાપુઓનો આ સમૂહ ચર્ચામાં છે.

અગાતી ટાપુ

1/5
image

જો તમે ફ્લાઈટ દ્વારા લક્ષદ્વીપ આવો છો, તો તમારે પહેલા અગાતી આઈલેન્ડ (Agatti Island) પર ઉતરવું પડશે. અહીંની પ્રાકૃતિક હરિયાળી અને સુંદર બીચ તમારા વેકેશનને પરફેક્ટ બનાવી બનાવશે. આ સિવાય અહીંની રંગબેરંગી માછલીઓ અને દરિયાઈ જીવો તમને મંત્રમુગ્ધ કરશે. તમે આ ટાપુ પર પેશન્ટ મ્યુઝિયમ પણ જોઈ શકો છો.

કાવરત્તી ટાપુ

2/5
image

કાવરત્તી દ્વીપ (Kavaratti Island) 3.93 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે, તે લક્ષદ્વીપની રાજધાની છે, અહીંના સફેદ રેતીના દરિયાકિનારા ફોટોગ્રાફી માટે યોગ્ય સ્થળ છે. તમે આ ટાપુ પર મોટરબોટ રાઈડ અને કાયાકિંગનો આનંદ માણી શકો છો.

કદમત આઇલેન્ડ

3/5
image

જ્યારે પણ તમે લક્ષદ્વીપ આવો ત્યારે કદમત આઇલેન્ડ (Kadmat Island) ની મુલાકાત લો, સિલ્વર બીચ, બ્લુ લગૂન, તેજસ્વી કોરલ રીફ્સ તમારું દિલ જીતવા માટે પૂરતા છે, અહીં આવીને તમને માલદીવ જેવો અનુભવ કરાવશે. આ ટાપુ પર તમને દરિયાઈ કાચબા પણ જોવા મળશે.

કલપેની ટાપુ

4/5
image

લક્ષદ્વીપનો કલપેની ટાપુ (Kalpeni Island) આરામ કરવા માટે એક ઉત્તમ સ્થળ છે, કારણ કે અહીં બીચ પર ચાલવાથી જબરદસ્ત શાંતિનો અહેસાસ થાય છે. અહીં તમે શિપ ટૂર અને લોકલ ફૂડનો આનંદ માણી શકો છો.

અમિની આઇલેન્ડ

5/5
image

જો તમે દરિયાઈ સાહસના શોખીન છો, તો અમિની આઈલેન્ડ (Amini Island) નો બીચ તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે, અહીં તમે સ્નોર્કલિંગ (Snorkeling), સ્કુબા ડાઈવિંગ (Scuba Diving), રીફ વૉકિંગ (Reef Walking), અને કાયાકિંગ (Kayaking) નો આનંદ માણી શકો છો.