લદ્દાખમાં ઉજવાયો સ્વતંત્રતા દિવસ, સાંસદ જામયાંગે પણ કર્યું પરંપરાગત નૃત્ય

કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી સૌ પ્રથમ વખત લદ્દાખના લોકોએ સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો. આ ઉજવણીમાં નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધી સૌ જોડાયા હતા. દરેકના ચહેરા પર અનોખો ઉત્સાહ જોવા મળતો હતો. 

લદ્દાખઃ કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાની સાથે જ જમ્મુ-કાશ્મીરના બે ભાગ કરીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની તાજેતરમાં જ જાહેરાત કરી હતી. લદ્દાખના સાંસદ જામયાંગ ત્સેરિંગ નામગ્યાલે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાબતે સંસદમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન જોરદાર ભાષણ કરીને હાજર સાંસદો સહિત સમગ્ર દેશની પ્રજાનું દિલ જીતી લીધું હતું. જામયાંગે સંસદમાં કરેલું ભાષણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયું હતું અને આ સાથે જ તેમના ફેસબૂક અને ટ્વીટરના પ્રશંસકોની સંખ્યામાં પણ જોરદાર વધારો થયો હતો. લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બનવાથી હવે તેનો વિશેષ વિકાસ થશે અને ત્યાંની પ્રજાની સમસ્યાઓ પર કેન્દ્ર સરકાર સીધું ધ્યાન આપશે. 

સાંસદ નામગ્યાલે શેર કરી તસવીરો

1/8
image

લદ્દાખના ભાજપના સાંસદ જામયાંગ ત્સેરિંગ નામગ્યાલે તેમના પ્રદેશમાં મનાવાયેલા સ્વતંત્રતા દિવસની તસવીરો ટ્વીટર પર શેર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, અમારા પ્રદેશના લોકો આજના પાવન દિવસે ખુબ જ ઉત્સાહિત છે. 

ઘેર-ઘેર ફરકાવાયો ત્રિરંગો

2/8
image

લેહ-લદ્દાખના લોકો છેલ્લા કેટલાય સમયથી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માગ કરી રહ્યા હતા. તેમની આ ઈચ્છા પુરી થતાં 73મા સ્વતંત્રતા દિવસના પર્વ નિમિત્તે લેહ-લદ્દાખમાં ઘેર-ઘેર ત્રિરંગો લહેરાતો જોવા મળ્યો હતો. 

લોકોમાં અનોખો ઉત્સાહ

3/8
image

ભારતના 73મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે લેહ-લદ્દાખના લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી લોકોને જાણે કે એક નવી આઝાદી મળી હોય એવો અનુભવ થઈ રહ્યો છે. 

લેહમાં છવાયો સ્વતંત્રતા દિવસનો માહોલ

4/8
image

લેહ-લદ્દાખમાં ઠેર-ઠેર લોકોએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી અને જ્યાં જૂઓ ત્યાં ત્રિરંગો લહેરાતો જોવા મળતો હતો. 

રામ માધવે લહેરાવ્યો ત્રિરંગો

5/8
image

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ ગુરૂવારે લેહ પહોંચ્યા હતા અને અહીં પાર્ટીની ઓફિસની બહાર તેમણે ત્રિરંગો લહેરાવ્યો હતો. આ સમયે તેમની સાથે લદ્દાખના સાંસદ જામયાંગ પણ હાજર હતા. 

લદ્દાખના સાંસદ જામયાંગ નામગ્યાલે કર્યું પરંપરાગત નૃત્ય

6/8
image

લદ્દાખમાંથી ભાજપના સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલે ગુરૂવારે લેહના એરપોર્ટની બહાર આયોજિત સ્વતંત્રતા દિવસ સમારોહમાં લોકોની સાથે પરંપરાગત નૃત્ય કર્યું હતું. સાંસદે જણાવ્યું કે, લદ્દાખના ઈતિહાસમાં આ પ્રથમ સ્વતંત્રતા દિવસ છે, જે 7 દાયકાના સંઘર્ષ બાદ મળ્યો છે. 

બૌદ્ધ ભિક્ષુઓએ લહેરાવ્યો ત્રિરંગો

7/8
image

સ્વતંત્રતા દિવસના પ્રસંગે લેહ-લદ્દાખમાં રહેતા બૌદ્ધ ભિક્ષુઓએ પણ ત્રિરંગો લહેરાવ્યો હતો. તેમનો ફોટો શેર કરતા સાંસદ નામગ્યાલે લખ્યું કે, "બૌદ્ધ ભિક્ષુઓએ મારા ગાંવ માથોમાં અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાની જાહેરાત પછી પ્રથમ સ્વતંત્રતા દિવસ મનાવ્યો હતો."

બાળકોએ ઉજવ્યો સ્વતંત્રતા દિવસ

8/8
image

લેહમાં ઠેર-ઠેર સ્વતંત્રતા દિવસ સમારોહનું આયોજન કરાયું હતું. સ્કૂલના બાળકોએ પણ આ પ્રસંગે ત્રિરંગો લહેરાવ્યો હતો. સ્કૂલનાં બાળકોમાં સ્વતંત્રતા દિવસને લઈને અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.