LA Auto Show 2019 : આ વર્ષે ઈલેક્ટ્રીક અને હાઈબ્રીડ કાર્સ રહી આકર્ષણનું મુખ્ય કેન્દ્ર

અહીં લક્ઝરી કાર(Luxury Car), એસયુવી(SUV) અને પીકઅપ ટ્રક(Pickup Truck)ના મોડલ રજુ કરાયા હતા. જેમાં ઈલેક્ટ્રીક કાર નિર્માતા કંપની ટેસ્લાની(Tesla) સાયબર ટ્રક(Cyber Truck) સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત, મર્સિડિઝ બેન્ઝ(Mercedese Benz) દ્વારા પણ તેની નવી પેઢીની 2021 મર્સિડીઝ AMG GLS 63 પરથી પડદો ઊંચક્યો હતો. ફોર્ડે(Ford) તેની ફેમસ કાર મસ્ટાંગનું(Mustang) નવું ઈલેક્ટ્રીક મોડલ રજુ કર્યું હતું. લેન્ડ રોવર(Land Rover) દ્વારા પણ તેની બે દાયકા જુની Defenderને નવા રંગરૂપમાં રજુ કરવામાં આવી હતી. 

લોસ એન્જેલસઃ અહીં યોજાતો મોટર શો વિશ્વ વિખ્યાત છે અને દુનિયાભરની કાર નિર્માતા કંપની પોતાની આગામી નવી કારનું પ્રદર્શન આ શોમાં કરતી હોય છે. આ વર્ષે યોજાયેલા મોટર શોમાં ઈલેક્ટ્રીક અને હાઈબ્રીડ કાર આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહી હતી. કેટલીક કંપનીઓએ પોતાની કારના કન્સેપ્ટ મોડલ રજુ કર્યા હતા તો કેટલીક કંપનીઓએ નવું મોડલ લોન્ચ કર્યું હતું. અહીં લક્ઝરી કાર(Luxury Car), એસયુવી(SUV) અને પીકઅપ ટ્રક(Pickup Truck)ના મોડલ રજુ કરાયા હતા. જેમાં ઈલેક્ટ્રીક કાર નિર્માતા કંપની ટેસ્લાની(Tesla) સાયબર ટ્રક(Cyber Truck) સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત, મર્સિડિઝ બેન્ઝ(Mercedese Benz) દ્વારા પણ તેની નવી પેઢીની 2021 મર્સિડીઝ AMG GLS 63 પરથી પડદો ઊંચક્યો હતો. ફોર્ડે(Ford) તેની ફેમસ કાર મસ્ટાંગનું(Mustang) નવું ઈલેક્ટ્રીક મોડલ રજુ કર્યું હતું. લેન્ડ રોવર(Land Rover) દ્વારા પણ તેની બે દાયકા જુની Defenderને નવા રંગરૂપમાં રજુ કરવામાં આવી હતી. 

ફોર્ડ મસ્ટાંગ મેક-ઈ (Ford Mustang MACH-E)

1/12
image

ફોર્ડ દ્વારા તેની ફેમસ કાર મસ્ટાંગનું (Mustang) ઈલેક્ટ્રીક વર્ઝન રજુ કરાયું હતું. શૂન્ય પ્રદૂષણ ધરાવતી કારની રેન્જમાં ફોર્ડ આ મોડલ રજુ કરવા માગે છે. ફોર્ડે રજુ કરેલી Mach-E ટેક્નીકલી સ્મોલ એસયુવી(SUV) છે. કંપની તેને 2020 સુધી બજારમાં રજુ કરવા માગે છે. આ કંપનીમાં ફીટ કરેલી બેટરીની મદદથી કાર સિંગલ ચાર્જમાં 230 માઈલ સુધી ચાલશે.   

આઉડી ઈ-ટ્રોન સ્પોર્ટબેક (AUDI e-Tron Sportback)

2/12
image

વિશ્વવિખ્યાત લક્ઝરી કાર નિર્માતા કંપની આઉડી (Audi) દ્વારા ચાલુ વર્ષે મે મહિનામાં e-Tron SUV બજારમાં રજુ કરાઈ હતી. હવે કંપની e-Tron Sportback લઈને આવી છે. આ ઈલેક્ટ્રીકલ મોડલ છે. કંપનીએ કારમાં બે ઈલેક્ટ્રીક મોટર ફીટ કરી છે અને તે સિંગલ ચાર્જમાં 277 માઈલ સુધી ચાલશે. કંપની આ કારને 2020માં બજારમાં રજુ કરવા માગે છે. 

ટેસ્લા સાયબરટ્રક (Tesla Cybertruck)

3/12
image

ઈલેક્ટ્રીક કારમાં ક્રાંતિ લાવનારી ટેસ્લા કંપની દ્વારા ટેસ્લા સાયબર ટ્રક (Tesla Cybertruck) રજુ કરવામાં આવી હતી. જેમ્સ બોન્ડની ફિલ્મ 'ધ સ્પાય હુ લવ્ડ મી'માં 'લોટસ એસ્પ્રીટ એસ-1'થી પ્રેરિત આ 'સાયબર ટ્રક'ની કિંમત 39,900 ડોલર છે. આ ટ્રકના ત્રણ વર્ઝન- 250 માઈલ્સ, 300 માઈલ્સ અને 500 માઈલ્સ છે. આ ટ્રક સિંગલ ચાર્જમાં 250 માઈલની સફર કરશે. કંપની 2021માં આ સાયબર ટ્રકને બજારમાં રજુ કરવા માગે છે. 

ફોક્સવેગન આઈડી સ્પેસ વિઝન (Volkswagen’s ID. Space Vizzion)

4/12
image

ફોક્સવેગન દ્વારા તેની આઈડી સીરીઝમાં સ્પેસ વિઝન (Space Vizzion) નામની કન્સેપ્ટ કાર રજુ કરી છે. 2018ના જીનેવા ઈન્ટરનેશનલ મોટર શોમાં આ કારનો કન્સેપ્ટ રજુ કરાયો હતો અને હવે કંપનીએ તેનું ઈલેક્ટ્રીક વિઝન તૈયાર કરી નાખ્યું છે. 82કિલોવોટ બેડરી ધરાવતી આ કાર સિંગલ ચાર્જમાં 300 માઈલ ચાલશે. કંપનીએ આ કાર ફોરવ્હીલ ડ્રાઈવ બનાવી છે અને તેમાં 340 હોર્સપાવરની શક્તી આપી છે.   

લેન્ડ રોવર ડિફેન્ડર (Land Rover Defender)

5/12
image

લક્ઝરી કાર નિર્માતા લેન્ડ રોવર દ્વારા બે દાયકા પહેલા તેની સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ (SUV) ડિફેન્ડર (Defender)ને કોઈક કારણસર બંધ કરી દીધી હતી. હવે કંપની તેના આ મોડલને ફરીથી લઈને આવી રહી છે. કંપની તેના આ પ્રખ્યાત મોડલને 2020માં બજારમાં રજુ કરવા માગે છે.

મીની જોન કૂપર વર્ક્સ જીપી (Mini John Cooper Works GP)

6/12
image

મીની કૂપર દ્વારા તેની અત્યાર સુધીની સૌથી ફાસ્ટેસ્ટ કાર જોન કૂપર વર્ક્સ જીપી (John Cooper Works GP) રજુ કરવામાં આવી છે. 306 હોર્સપાવરનું એન્જિન ધરાવતી આ કાર માત્ર 5.2 સેકન્ડમાં શૂન્યથી 60 માઈલ પ્રતિ કલાકની ઝડપ પકડી લેવાની ક્ષમતા ધરાવે છે. કંપની આ કારના માત્ર 3000 મોડલ જ બાજરમાં વેચશે.   

ટોયોટા રેવ-4 પ્રાઈમ (Toyota Rav4 Prime)

7/12
image

ટોયોટા કંપનીએ તેની પાંચમી પેઢીની રેવ4 કાર રજુ કરી છે. કોમ્પેક્ટ એસયુવી 176 હોર્સપાવરનું એન્જિન ધરાવે છે. કંપનીએ આ કારના પેટ્રોલ વર્ઝનની સાથે-સાથે ઈલેક્ટ્રીક વર્ઝન પણ બજારમાં રજુ કરશે. કંપનીની આ ઈલેક્ટ્રીક હાઈબ્રિડ કાર ઓલવ્હીલ ડ્રાઈવ કાર હશે. 

લિન્કોલ્ન કોર્સેર ગ્રાન્ડ ટૂરિંગ (Lincoln Corsair Grand Touring)

8/12
image

લિન્કોલ્ન કોર્સે એસયુવી દ્વારા તેની નવી હાઈબ્રીડ કાર રજુ કરવામાં આવી છે. વિશેળ લોન્ગ ડ્રાઈવ માટે બનેલા કંપનીના ગ્રાન્ડ ટૂરિંગ મોડલને કંપનીએ પેટ્રોલની સાથે ઈલેક્ટ્રીક વર્ઝનને રજુ કર્યું છે. 

એસ્ટોન માર્ટિન ડીબીએક્સ (Aston Martin DBX)

9/12
image

એસ્ટોન માર્ટિન દ્વારા તેની સૌ પ્રથમ સ્પોર્ટ્સ યુટિલિટી(SUV) કારનું મોડલ DBX રજુ કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ કાર માટે જાણીતી એસ્ટોન માર્ટિન કંપની પ્રથમ વખત એસયુવી સેગમેન્ટમાં આવી છે. તેમાં ગ્રાહકને સ્પોર્ટ્સ કારની સાથે ઓફરોડ ડ્રાઈવનો આનંદ મળશે.

શેવરોલેટ સ્ટીંગ્રે કન્વર્ટીબલ (Chevrolet Corvette Stingray Convertible)

10/12
image

શેવરોલેટ કંપની દ્વારા વર્ષ 1953માં સૌ પ્રથમ કન્વર્ટીબલ મોડલ રજુ કરાયું હતું. કંપની હવે નવું કન્વર્ટીબલ મોડલ લઈને આવી છે. નવી સ્ટીગ્રે કુપેમાં ફીટ કરવામાં આવેલી 6 મોટરના કારણે માત્ર 30 સેકન્ડમાં જ કારની છત બંધ થઈ જાય છે. કારનું V8 એન્જિન અને 8 સ્પીડ ડ્યુલ ક્લચ ટ્રાન્સમિશન કારને સુપર પાવર પુરો પાડે છે. 

મર્સિડીઝ એએમજી જીએલએસ-63 (Mercedes Benz - AMG GLS 63)

11/12
image

મર્સિડીઝ એએમજી દ્વારા એસયુવી સેગમેન્ટમાં નવી જીએલએસ-63 લોન્ચ કરવામાં આવી છે. આ એસયુવી માત્ર 4 સેકન્ડમાં શૂન્યમાંથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડે છે. કંપનીએ 9 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આ નવી એસયુવી લોન્ચ કરી છે, જે કારના ચારેય વ્હીલ્સને પાવર સપ્લાય કરે છે. કારની ટોચની સ્પીડ 280 કિમી પ્રતિ કલાકની છે. 

કર્મા એસસી2 (Karma SC2)

12/12
image

ઈલેક્ટ્રીક વ્હિકલ સ્ટાર્ટ અપ કંપની કર્મા (Karma) દ્વારા એસસી2 કન્સેપ્ટ કાર રજુ કરાવામાં આવી છે. આ કારમાં 1100 હોર્સ પાવરની શક્તી છે અને તે માત્ર 1.9 સેકન્ડમાં શૂન્યથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. કંપનીની આ કાર ટેસ્લાની રોડસ્ટારને ટક્કર મારશે. કંપની આ કારને આવતા વર્ષે બજારમાં રજુ કરવા માગે છે.