Astro Tips: પાણીમાં આ ખાસ વસ્તુ મિક્સ કરીને સ્નાન કરશો તો કુબેર દેવ ધનથી ભરી દેશે તિજોરી
Bathing Astro Rules: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર સ્નાન કરતી વખતે જો અહીં બતાવવામાં આવેલી વસ્તુઓને મિક્સ કરીને સ્નાન કરો છો તો પણ આર્થિક પરેશાનીનો સામનો કરવો પડશે નહી. એવામાં આવો વિસ્તારપૂર્વક આ ખાસ વસ્તુઓ વિશે જાણીએ.
કુબેર દેવના ઉપાય
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પર માતા લક્ષ્મીની સાથે ભગવાન કુબેરની કૃપા પ્રાપ્ત થાય. જેથી તેને ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે. તમને જણાવી દઈએ કે ધનની દેવી લક્ષ્મીની સાથે કુબેર દેવને ધનના દેવતા માનવામાં આવે છે. ભગવાન કુબેરને પ્રસન્ન કરીને આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે.
તો બીજી તરફ જો તે વ્યક્તિ પર ગુસ્સે થઈ જાય છે, તો તેને આર્થિક સંકટનો પણ સામનો કરવો પડી શકે છે. એવામાં, ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે વ્યક્તિએ નહાવાના પાણીમાં કેટલીક ખાસ વસ્તુઓ મિક્સ કરવી જોઈએ, જેથી તિજોરી આખા વર્ષ દરમિયાન ભરેલી રહે. ચાલો જાણીએ નહાવાના પાણીમાં ઉમેરવામાં આવતીઆ ખાસ વસ્તુઓ વિશે.
મીઠું
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં બે દિવસ મીઠાના પાણીથી સ્નાન કરે છે, તો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ મંગળવાર અને શનિવારે મીઠાના પાણીથી સ્નાન કરે છે, તો દેવી લક્ષ્મીની સાથે ભગવાન કુબેરની કૃપા રહે છે. જો કોઈ વ્યક્તિ સતત 6 મહિના સુધી મીઠાના પાણીથી સ્નાન કરે છે તો તેને સકારાત્મક પરિણામ જોવા મળશે.
દૂધ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ સોમવારે નહાવાના પાણીમાં થોડું દૂધ નાખીને સ્નાન કરે છે તો તેને માનસિક શાંતિ મળે છે. તેમજ તેનું ઘર હંમેશા ધનથી ભરેલું રહેશે. આ સિવાય ભગવાન શિવની કૃપાથી તમામ રોગો પણ દૂર થઈ જાય છે.
અત્તર
શુક્રવારના દિવસે વ્યક્તિ જો નહાવાના પાણીમાં અત્તર મિક્સ કરીને સ્નાન કરે છે તો કુબેર દેવતાની કૃપાથી જીવનમાં પ્રગતિ થવા લાગે છે. સાથે જ વ્યક્તિની તિજોરી વર્ષોત સુધી ભરેલી રહે છે.
હળદર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરૂવારના દિવસે વ્યક્તિ હળદરવાળા પાણીથી સ્નાન કરે છે તો કુંડળીમાં ગુરૂ ગ્રહ મજબૂત બને છે. જો વ્યક્તિ આ ઉપાયને ત્રણ મહિના સુધી કરે છે તો ધન સંપત્તિમાં વધારો થવા લાગે છે.
મીઠું અને હળદર
જો વ્યક્તિ શનિવારના દિવસે નહાવાના પાણીમાં મીઠું અને હળદર મિક્સ કરીને સ્ના કરે છે તો તેનાથી શનિ મહારાજ ખૂબ પ્રસન્ન થાય છે. સાથે જ કુબેર દેવતા અને માતા લક્ષ્મીના આર્શિવાદ હંમેશા રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEe 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos