Photos : આ દોડવીરે રચ્યો ઈતિહાસ, 2 કલાકથી ઓછા સમયમાં પૂરી કરી મેરેથોન

કેન્યાના દોડવીર ઈલિયુદ કિપચોગે (Eliud Kipchoge)એ એથ્લેટિક્સમાં ઈતિહાસ રચ્યો છે. તે બે કલાકથી ઓછા સમયમાં મેરેથોન પૂરી કરનાર દુનિયાના સૌથી પહેલા રનર બન્યા છે. 34 વર્ષના કિપચોગેએ 42.2 કિલોમીટરનું અંતર 59 મિનીટ અને 40 સેકન્ડમાં પૂરું કર્યું. ઓલમ્પિક મેરેથોન ચેમ્પિયન રહી ચૂકેલ કિપચોગેએ વિનયાના પ્રેટર પાર્કમાં આ સિદ્ધી મેળવી છે. આ મેરેથોનનું આયોજન બ્રિટિશ કેમિકલ કંપની આઈએનઈઓએસએ કર્યું હતું.

નવી દિલ્હી :કેન્યાના દોડવીર ઈલિયુદ કિપચોગે (Eliud Kipchoge)એ એથ્લેટિક્સમાં ઈતિહાસ રચ્યો છે. તે બે કલાકથી ઓછા સમયમાં મેરેથોન પૂરી કરનાર દુનિયાના સૌથી પહેલા રનર બન્યા છે. 34 વર્ષના કિપચોગેએ 42.2 કિલોમીટરનું અંતર 59 મિનીટ અને 40 સેકન્ડમાં પૂરું કર્યું. ઓલમ્પિક મેરેથોન ચેમ્પિયન રહી ચૂકેલ કિપચોગેએ વિનયાના પ્રેટર પાર્કમાં આ સિદ્ધી મેળવી છે. આ મેરેથોનનું આયોજન બ્રિટિશ કેમિકલ કંપની આઈએનઈઓએસએ કર્યું હતું.
 

42 પેસમેકર્સની ટીમ સાથે હતી

1/8
image

કિપચોગેની સાથે 42 પેસમેકર્સની ટીમ હતી, જેમાં 15000 મીટર ઓલમ્પિક ચેમ્પિયન મૈથ્યૂ સેંટ્રોવિટ્ઝ, 5000 મીટર ઓલમ્પિક સિલ્વર મેડલિસ્ટ પા ચેલિમો અને ઈંગેબ્રિંગટ્સન બંધુ જેકબ, ફિલીપ અને હેનરિક પણ સામેલ હતા. આ રન દરમિયાન કિપચોગેની સાથે તેમના કોચ બાઈક પર તેમના માટે પાણી અને એનર્જિ જેલ્સની સાથે ચાલતા રહ્યાં, જેનાથી કિપચોગેને પોતાનું રિફ્રેશમેન્ટ લેવા માટે ટેબલ સુધી પહોંચવાની રાહ ન જોવી પડી.

છેલ્લા સમયે પેસમેકર્સ પાછળ હટ્યા

2/8
image

છેલ્લા સમયમાં જ્યારે કિપચોગે પોતાની દોડ રેકોર્ડ સમયમાં પૂરી કરવાના હતા, ત્યારે પેસમેકર્સ પાછળ હટી ગયા હતા. જેથી કિપચોગે પોતાની લાઈન પર એકલા જ દોડ પૂરી કરી શકે. આ દરમિયાન બંને તરફ ઓસ્ટ્રેલિયાના નાગરિકો તેમનો ઉત્સાહ વધારી રહ્યા હતા.

જીત બાદ ફેન્સ ઘેરી વળ્યાં

3/8
image

દોડ જીત્યા બાદ કિપચોગે પોતાની પત્નીને ભેટ્યા હતા. કેન્યાનો ધ્વજ હાથમાં લીધો, ત્યારે ફેન્સ તેમને ઘેરી વળ્યા હતા. ચાર વાર લંડન મેરેથોન જીતી ચૂકેલ કિપચોગે 2017માં માત્ર 25 સેકન્ડ્સ અને બે કલાકની અંદરની સમયથી આ તક ચૂકી ગયા હતા.

કિપચોગેના નામે રેકોર્ડ

4/8
image

કિપચોગે ભલે બે કલાની અંદર મેરેથોન પૂરી કરનાર પહેલા વ્યક્તિ બની ગયા હોય, પરંતુ અધિકારીક રીતે આ રેકોર્ડ ન કહેવાય. તે એક ઓપન કોમ્પિટીશન ન હોવાને કારણે આઈએએએફના અધિકારીક રેકોર્ડમાં નહિ નોંધાય. તેમ છતાં મેરેથોનનો અધિકારિક રેકોર્ડ પણ કિપચોગેના નામે જ રહેશે. તેમણે 2018માં બર્લિનમાં 2:01:39નો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 

જુનિયર ચેમ્પિયનશિપથી ઓળખ બની

5/8
image

5 નવેમ્બર, 1984ના રોજ કેન્યાના કિપસિસિયવામાં જન્મેલા કિપચોગેએ 2002માં ડબલિનમાં યોજાયેલ જુનિયર વર્લ્ડ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપમાં પાંચમા સ્થાન પર આવ્યા હતા અને ગોલ્ડ જીતનાર કેન્યાઈ ટીમના સદસ્ય હતા. 

ઓલમ્પિકમાં છવાયા

6/8
image

કિપચોગેએ 5000 મીટર સ્પર્ધામાં, પેરિસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ, 2004 એથેન્સ ઓલમ્પિકમાં કાંસ્ય, ઓસાકામાં યોજાયેલ 2007 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર, 2008ના બીજિંગ ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

રિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેળવ્યો

7/8
image

2015 અને 2016માં સતત બે વાર કિપચોગેએ લંડન મેરેથોન જીતી હતી. તે સમયે તેઓ દુનિયાના બીજા નંબરના સૌથી ફાસ્ટ રનર બન્યા હતા. તેના બાદ 2016 રિયો ઓલમ્પિકમાં પણ તેમણે 2:08:44નો સમય કાઢીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. 

2019 લંડન મેરેથોનમાં

8/8
image

2019માં કિપચોગેએ પોતાની ચોથી લંડન મેરેથોનમાં 2:02:37ના સમય પાર કર્યો હતો. આ મેરેથોન ઈતિહાસની બીજી સૌથી ફાસ્ટ મેરેથોન તરીકે નોંધાઈ હતી.