દુનિયાનો અંત નજીક? બચવા માટે બસ હવે આટલો જ સમય, બધુ બરબાદ કરી નાખશે! ઈસરો કરે છે જોખમની નિગરાણી
આકાશમાંથી ધરતી તરફ એક ખુબ મોટો ઉલ્કાપીંડ (એસ્ટેરોઈડ) આગળ વધી રહ્યો છે. જોખમ ખુબ મોટું છે. ઈસરો આ જોખમની નિગરાણી કરી રહ્યું છે. હવે મુદ્દાની વાત અને સવાલ એ છે કે આ ઉલ્કાપીંડથી કેવી રીતે બચશે ધરતી? બધા એ સવાલ પૂછી રહ્યા છે કે પ્રલયના 'દેવતા' ધરતીની કેટલી નજીક પહોચ્યા? ધરતીથી આ 'કાળ' ક્યારે ટકરાશે? કેટલાક લોકો તેને સમગ્ર માનવતા માટે જોખમ ગણાવી રહ્યા છે.
ખુબ નજીક પહોંચ્યા?
ઉલ્કાપીંડ અંતરિક્ષમાં રહેલો એક પથ્થરનો મોટો ટુકડો છે જે કોઈ પણ ગ્રહને તબાહ કરી નાખવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવે છે. ઉલ્કાપીંડ એટલે કે અંતરિક્ષનું એ રહસ્યમયી સત્ય જેને લઈને દુનિયાભરના વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યા છે. હવે આવો જ એક ઉલ્કાપીંડ ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. ઉલ્કાપીંડની ઝડપ શું છે? ઉલ્કાપીંડ ક્યાં સુધીમાં પૃથ્વી સાથે ટકરાશે. ઉલ્કાપીંડથી ધરતીને શું નુકસાન થઈ શકે છે. આ બધા એ સવાલ છે જેના વિશે રિસર્ચ ચાલુ છે. પરંતુ ઉલ્કાપીંડની નજીક આવવાના સમાચારથી આખી દુનિયામાં ખળભળાટ મચ્યો છે. માનવતાને સદીઓથી આ વાતનો ડર છે.
એકવાર ફરીથી તે પૃથ્વી સાથે ટકરાય તેવા સમાચારો ખરેખર ડરામણા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક વિશાળ ઉલ્કાપીંડ ધરતીની ખુબ નજીક આવી રહ્યો છે. જેનું નામ એપોફિસ છે. ઈસરો આ ઉલ્કાપીંડની નિગરાણી કરી રહ્યું છે. જે પૃથ્વીની ખુબ નજીક આવે તેવી શક્યતા છે. આ એસ્ટેરોઈડનું નામ ઈજિપ્તના વિનાશના દેવતાના નામ પર રાખવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ 13 એપ્રિલ 2023ના રોજ આ ઉલ્કાપીંડ પૃથ્વીની સૌથી નજીક હશે.
જો કે હજુ આ જોખમ અંગે કોઈ પાક્કા પાયે દાવો કરાયો નથી. પરંતુ ધરતી પર કોઈ જોખમ નથી. એ વાતથી પણ ઈન્કાર કરી શકાય નહીં. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈસરોએ કહ્યું છે કે એક મોટો એસ્ટેરોઈડ માનવતા માટે જોખમી હોઈ શકે છે. ઈસરો આવા જોખમને લઈને એલર્ટ છે. નેટવર્ક ફોર સ્પેસ ઓબ્જેક્ટ ટ્રેકિંગ એન્ડ એનાલિસિસ એટલે કે NETRA એપોફિસની ખુબ નીકટતાથી નિગરાણી કરી રહ્યું છે. આવામાં આ જોખમને પહોંચી વળવા માટે બાકી દેશોની પણ મદદ લેવાઈ શકે છે. જો કે ઉલ્કાપીંડ હાલ ધરતીથી સૌથી નજીક હોવાનું કહેવાય છે.
7 વર્ષ સુધી રહેશે જોખમ?
વાત જાણે એમ છે કે એપોફિસ પહેલીવાર 2004માં શોધાયો હતો. 2029માં તે પૃથ્વીની સૌથી નજીક આવશે અને પછી 2036માં બીજીવાર નજીક આવશે. આ જ કારણ છે કે તેના ધરતી પર પ્રભાવને લઈને અનેક સવાલ છે. કેટલાક સ્ટડીમાં દાવો છે કે 2029માં તે પૃથ્વીની નજીક આવીને નીકળી જશે અને તેની ટક્કરની કોઈ શક્યતા નથી. પરંતુ અંતરિત્રમાં ચાલી રહેલી હલચલને લઈને કોઈ નક્કર દાવો કરવામાં આવી રહ્યો નથી. આવામાં ઉલ્કાપીંડ કે પછી પ્રલયના આ દેવતાને લઈને હજુ કઈ પણ કહેવું એ ઉતાવળભર્યું રહેશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos