Astro Tips: ઘરમાં આ સ્થળે બનાવો હળદરનો સાથિયો, ધન ચુંબકની જેમ ખેંચાઈ આવશે, જાણો યોગ્ય રીત અને નિયમ

Benefit of Turmeric Swastik Symbol: હિન્દુ ધર્મમાં ધાર્મિક કાર્યોમાં સ્વસ્તિક ચિન્હ એટલે કે સાથિયાનું નિશાન બનાવવાનું ચલણ ઘણા સમયથી ચાલતું આવ્યું છે. ધાર્મિક માન્યતાઓ મુજબ તે બનાવવું શુભ ગણાય છે. અત્રે જણાવવાનું કે હળદરથી બનેલા સ્વસ્તિક ચિન્હના અનેક લાભ છે. સ્વસ્તિક ચિન્હ બનાવવાથી અનેક પ્રકારના લાભ થાય છે. 

સાથિયાના નિશાનનો નિયમ

1/6
image

હિન્દુ દર્મમાં ધાર્મિક આયોજનોમાં સ્વસ્તિક ચિન્હ બનાવવું શુભ ગણાય છે. સ્વસ્તિક ચિન્હ કા તો કંકુ કે પછી હળદરથી બનાવવામાં આવે છે. નવા ઘરમાં પ્રવેશ કરવો, નવા વાહનનું પૂજન, કે પછી શુભ કાર્યસ્થળ પર શુભ ચિન્હ જરૂર બનાવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ સ્વસ્તિક ચિન્હ ખુબ ભાગ્યશાળી ગણાય છે. 

ઘરમા સુખ સમૃદ્ધિ

2/6
image

આમ તો કંકુથી બને છે પરંતુ હળદરથી પણ સાથિયો બનાવવામાં આવે છે. હળદરથી બનાવેલા સાથિયાના ચિન્હથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ તો આવે જ છે પરંતુ સાથે અનેક અન્ય લાભ થાય છે. જ્યોતિષ શાસ્ત્રથી જાણીએ આ હળદરવાળા સાથિયાથી થતા લાભ વિશે...

ઘરમાં બનાવો સાથિયો

3/6
image

તમને એમ થાય કે ઘરમાં કયા સ્થળે હળદરનો સાથિયો બનાવવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર મુજબ હળદરનો સાથિય ઘરના મુખ્ય દ્વાર પર બનાવવો એ શુભ ગણાય છે. આ ઉપરાંત ઘરના મંદિરમાં પણ હળદરનો સાથિયો બનાવવો જોઈએ. આમ કરવાથી સમગ્ર ઘરના વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર રહે છે.   

સ્વાસ્થ્ય લાભ

4/6
image

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘરમાં સ્વસ્તિક ચિન્હ બનાવવાથી અનેક જૂની  બીમારીઓથી  છૂટકારો મળે છે. આથી જ્યારે પણ કોઈ લાંબી બીમારી સામે ઝઝૂમી રહ્યા હોય તો ઘરમાં હળદરનો સ્વસ્તિક ચિન્હ જરૂર બનાવો. 

માતા લક્ષ્મી અને કુબેર દેવની કૃપા થશે

5/6
image

ઘરના મુખ્ય દ્વાર પર હળદરનો સાથિયો બનાવવાથી તમામ સભ્યો પર માતા લક્ષ્મીની કૃપા વરસે છે. એટલું જ નહીં તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું વહન થાય છે.   

નકારાત્મક ઉર્જા દૂર થશે

6/6
image

ઘરના મંદિરમાં હળદરનો સાથિયો બનાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. નેગેટિવ ઉર્જા દૂર કરવા માટે મંદિરમાં પૂજા કરતી વખતે સાથિયો જરૂર બનાવવો જોઈએ. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)