મસ્ક્યુલર સ્પોર્ટ્સ બાઈક લેવાનું વિચારી રહ્યાં છો, એકવાર આ શાનદાર બાઈક્સ પર નજર કરો

યુવાનોમાં સ્પોર્ટ્સ બાઇક્સ દિવસેને દિવસે લોકપ્રિય થઈ રહી છે. માર્કેટમાં અનેક નવી સ્પોર્ટ્સ બાઈક્સ લોન્ચ કરવામાં આવી છે. આ બાઇકમાં શું છે નવા ફિચર્સ ? શું નવી સ્પોર્ટ્સ બાઇક એવરેજ સારી આપશે ? શું છે બાઈકની પ્રાઇસ? જાણો તમામ માહિતી

રાહુલ પિઠડીયા/ અમદાવાદ: ભારતના રસ્તાઓ પર સ્પોર્ટ્સ બાઈકનો ટ્રેન્ડ વધ્યો છે. આજના કોલેજ જતા યુવાનોને સ્પોર્ટ્સ બાઈક ચલાવવી વધુ પસંદ હોય છે. સ્પોર્ટ્સ બાઈક તેની સ્પીડ અને ડેશિંગ લુકને કારણે યુવકોની પહેલી પસંદ રહેતી હોય છે. માગમાં વધારો થતા ભારતમાં અનેક મોટી બાઈકની કંપનીઓએ BS-6 એન્જિન તેમજ અનેક નવા ફિચર્સ સાથે સ્પોર્ટ્સ બાઈક માર્કેટમાં લોન્ચ કરી છે. જે સ્ટાઈલ, સ્પીડ, માઈલેજ અને ઓવરઓલ પર્ફોર્મન્સમાં શ્રેષ્ઠ છે. જો તમે 2 લાખ રૂપિયા સુધીના બજેટમાં સ્પોર્ટ્સ બાઈક લેવાનું વિચારી રહ્યાં છો તો આ 10 શાનદાર સ્પોર્ટ્સ બાઈક પર એકવાર નજર કરો.

KTM DUKE 200

1/10
image

200 CC કેટેગરીમાં KTM ડ્યુક ખુબ લોકપ્રિય બાઈક છે. આ બાઈકમાં 199.5 CCનું લિક્વીડ કુલ્ડ એન્જિન છે. જે 10,000 RPM પર 25 PS પાવર અને 8000 RPM પર 19.5 NMનો ટોર્ક જનરેટ કરે છે. આ બાઈક 6 ગીયરથી સજ્જ છે. બાઈકમાં ફ્યૂલ ટેન્કની કેપેસિટી 11 લિટરની છે. આ બાઈક માત્ર 3.2 સેકન્ડમાં 0-60ની સ્પીડ પકડી લે છે. બાઈકની ટોપ સ્પીડ 138 કિલોમીટર પ્રતિ કલાકની છે. બાઈકની એવરેજ 35 કિલોમીટર પ્રતિ લિટરની છે. બાઈકમાં બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક્સ છે. બાઈક્સની એક્સ શોરૂમ કિંમત 1.77 લાખ રૂપિયા છે.

KTM RC 200

2/10
image

KTM RC 200 બાઈક KTM ડ્યુકની નવું વર્ઝન છે. હાલમાં આ બાઈક યુવાનોમાં ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ બાઈક તેના સ્મુધ અને શ્રેષ્ઠ પર્ફોર્મન્સનાં કારણે લોકપ્રિય છે. આ બાઈકમાં પણ 199 CCનું લિક્વીડ કુલ્ડ એન્જિન છે. બાઈક 24.6 PS પાવર અને 19.2 NMનો ટોર્ક જનરેટ કરે છે. આ બાઈકમાં 6 સ્પીડ ગીયર બોક્સ ઉપલબ્ધ છે. બાઈકમાં ફ્યૂલ ટેન્કની કેપેસિટી 9.5 લિટરની છે. આ બાઈક માત્ર 3.3 સેકન્ડમાં 0-60ની સ્પીડ પકડી લે છે. બાઈકની ટોપ સ્પીડ 140 કિલોમીટર પ્રતિ કલાક છે. બાઈકની એવરેજ 35 કિલોમીટર પ્રતિ લિટર છે. આ બાઈકની એક્સ શોરૂમ કિંમત 2 લાખ રૂપિયા છે.

BAJAJ PULSAR NS 200

3/10
image

બજાજની પલ્સર સ્પોર્ટ્સ બાઈક છેલ્લા ઘણા વર્ષોથી યુવકોની પહેલી પસંદ રહી છે. નવી બજાજ પલ્સર NS 200માં 199 CCનું લિક્વીડ કુલ્ડ એન્જિન છે. બાઈક 23 PS પાવર અને 18 NMનો ટોર્ક જનરેટ કરે છે. આ બાઈકમાં 6 સ્પીડ ગીયર બોક્સ ઉપલબ્ધ છે. બાઈકમાં ફ્યૂલ ટેન્કની કેપેસિટી 12 લિટરની છેઆ બાઈક 3.8 સેકન્ડમાં 0-60ની સ્પીડ પકડી લે છે. બાઈકની ટોપ સ્પીડ 136 કિલોમીટર પ્રતિ કલાકની છે. બાઈકની એવરેજ 35 કિલોમીટર પ્રતિ લિટર છે. બાઈકની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત 1.30 લાખ રૂપિયા છે.

BAJAJ PULSAR 220F

4/10
image

બજાજની પલ્સર 220F બાઈક પોતાની સ્પોર્ટી અને મસ્ક્યુલર ડિઝાઈનને કારણે યુવાનોની પહેલી પસંદ રહી છે. આ બાઈકમાં BS-6ના એન્જિન સાથે થોડા વધુ ફિચર્સ કંપનીએ આપ્યા છે. આ બાઈકમાં 220 CCનું લિક્વીડ કુલ્ડ એન્જિન છે, જે 21 PSનો પાવર અને 18.55 NM ટોર્ક જનરેટ કરે છે. બાઈકમાં 5 સ્પીડ ગીયર બોક્સ ઉપલબ્ધ છે. આ બાઈક માત્ર 4.1 સેકન્ડમાં 0-60ની સ્પીડ પકડી લે છે. બાઈકની ટોપ સ્પીડ 140 કિલોમીટર પ્રતિ કલાક છે. બાઈકની એવરેજ 35 કિલોમીટર પ્રતિ લિટર છે. બાઈકમાં 15 લિટરની કેપેસિટીવાળું ફ્યુલ ટેન્ક છે. આ બાઈકમાં પ્રોજેક્ટર હેડલેંપ્સ અને સેમી ડિજિટલ સ્પીડોમીટર ઉપલબ્ધ છે. બાઈકની એક્સ શોરૂમ કિંમત 1.23 લાખ રૂપિયા છે. આ બાઈક 220 CCના એન્જીન સાથે ઓછી પ્રાઈસમાં મળતી હોવાથી યુવાનોની પસંદ રહી છે.

BAJAJ DOMINAR 250

5/10
image

બજાજ કંપનીની ડોમિનર 250 તેના હેવી મસ્ક્યુલર લુક્સ માટે લોકપ્રિય છે. બાઈકમાં ટ્વીન સ્પાર્ક ટેક્નોલોજી સાથે 248.8 CCનું લિક્વીડ કુલ્ડ, 4 વાલ્વ એન્જિન ઉપલબ્ધ છે. બાઈકમાં સમગ્ર લાઈટિંગ LED છે. બાઈકમાં ડ્યુલ ABS ચેનલ બ્રેકિંગ સિસ્ટમ છે. બાઈકમાં ફ્યૂલ ટેન્કની કેપેસિટી 13 લિટરની છે. આ બાઈક 8500 RPM પર 26.6 PS પાવર અને 6500 RPM પર 23.5 NM ટોર્ક જનરેટ કરે છે. 6 સ્પીડ ગીયર બોક્સ સાથે બાઈકની ટોપ સ્પીડ 132 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ બાઈક 0-100ની સ્પીડ માત્ર 10.5 સેકન્ડમાં પકડી લે છે. બાઈકની એવરેજ 35 કિલોમીટર પ્રતિ લિટર છે. બાઈકની એક્સ શોરૂમ કિંમત 1.65 લાખ રૂપિયા છે.

TVS APACHE RTR 200 4V

6/10
image

TVSની સ્પોર્ટ્સ બાઈક્સ વર્ષોથી તેના શાનદાર ડ્યુરા એન્જિન અને પર્ફોર્મન્સ માટે જાણીતી છે. તેમાં હવે કંપનીએ નવી અપાચે RTR 200 4Vમાં નવા ફિચર્સ સાથે લોન્ચ કરી છે. બાઈકમાં કંપનીએ ડેશિંગ અને શાર્પ લુક્સ આપ્યા છે. બાઈકમાં ફ્યૂલ ટેન્કની કેપેસિટી 12 લિટરની છે. બાઈકમાં 197.7 CCનું લીક્વીડ કુલ્ડ એન્જિન છે. બાઈકમાં 5 સ્પીડ ગીયર બોક્સ ઉપલબ્ધ છે અને તેની ટોપ સ્પીડ 127 કિલોમીટર પ્રતિ કલાક છે. આ બાઈક 20.2 PS પાવર અને 16.8 NM ટોર્ક જનરેટ કરે છે. આ બાઈક 3.9 સેકન્ડમાં 0-60ની સ્પીડ પકડી લે છે. આ બાઈકની એક્સ શોરૂમ કિંમત 1.25 લાખ રૂપિયા છે.

HONDA HORNET 2.0

7/10
image

હોન્ડા કંપનીએ તેની સ્પોર્ટ્સ બાઈક હોર્નેટ 2.0માં અનેક નવા ફિચર્સ અને સ્ટાઈલિંગમાં બદલાવ કર્યો છે. બાઈકમાં સ્ટાઈલિશ કલર્સ અને સ્પોર્ટી લુક આપવામાં આવ્યો છે. આ બાઈકમાં 184 CCનું એર કુલ્ડ એન્જિન ઉપલબ્ધ છે. બાઈકમાં ફ્યૂલ ટેન્કની કેપેસિટી 12 લિટરની છે. આ બાઈક 8500 RPM પર 17.27 PS પાવર અને 6000 RPM પર 16.1 NM ટોર્ક જનરેટ કરે છે. હોન્ડા હોર્નેટ ભારતની પહેલી બાઈક છે જેમાં USD ફોર્ક સિસ્ટમ છે. બાઈકમાં 5 સ્પીડ ગીયર બોક્સ સાથે સંપૂર્ણ ડિજિટલ સ્પીડોમીટર ઉપલબ્ધ છે. બાઈકની ટોપ સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાક છે. બાઈકની કિંમત 1.26-1.32 લાખ રૂપિયા છે. 

YAMAHA R15 V3.0

8/10
image

યામાહાની સ્પોર્ટ્સ બાઈક્સ પણ યુવાનોમાં ખુબ લોકપ્રિય છે. ખાસ કરીને તેની R15 બાઈક્સ જે તેના મસ્ક્યુલર અને સ્પોર્ટી લુક માટે પ્રખ્યાત છે. નવી R15માં 155 CCનું લિક્વીડ કુલ્ડ એન્જીન છે. બાઈકમાં ફ્યૂલ ટેન્કની કેપેસિટી 11 લિટરની છે. બાઈક 18.3 PS પાવર અને 14 NMનો ટોર્ક જનરેટ કરે છે. આ બાઈકમાં 6 સ્પીડ ગીયર બોક્સ ઉપલબ્ધ છે. આ બાઈકમાં ઓલ LED લેમ્પ્સ, ઓલ ડિજિટલ ઈન્સટ્રુમેન્ટ ક્લસ્ટર, USB ચાર્જિંગ, ડ્યુલ ચેનલ ABS જેવા શાનદાર ફિચર્સ છે. બાઈકમાં બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક્સ છે. આ બાઈક માત્ર 4 સેકન્ડમાં 0-60ની સ્પીડ પકડી લે છે અને તેની ટોપ સ્પીડ 136 કિલોમીટર પ્રતિ કલાક છે. આ બાઈકની એક્સ શોરૂમ કિંમત 1.78 લાખથી 1.81 લાખ વચ્ચે છે. 

YAMAHA MT-15

9/10
image

યામાહાએ MT-15 બાઈક તો ઘણા સમય પહેલા જ લોન્ચ કરી હતી. જોકે, કંપનીએ બાઈકને થોડા નવા ફિચર્સ સાથે ફરી લોન્ચ કરી છે. MT-15 બાઈકમાં 155 CCનું 4 સ્ટ્રોક લિક્વીડ કુલ્ડ એન્જિન છે. બાઈકમાં ફ્યૂલ ટેન્કની કેપેસિટી 10 લિટરની છે. બાઈકમાં 4 વાલ્વવાળું એન્જિન 18 BHPની પાવર અને 8500 RPM પર 14 NM પિકઅપ ટોર્ક જનરેટ કરે છે. બાઈકમાં 6 સ્પીડ ગીયર બોક્સ ઉપલબ્ધ છે. આ બાઈકમાં તમને LED પ્રોજેક્ટર હેડલેંપ, સ્કલ્પટેડ ટેંક, ફુલી ડિજિટલ LCD ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ આપવામાં આવ્યું છે. બાઈકમાં બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. આ એક સ્પોર્ટ્સ બાઈક હોવા છતા કંપની 45 કિલોમીટર પ્રતિ લિટરની શાનદાર એવરેજ આપે છે. બાઈકની ટોપ સ્પીડ 135 કિલોમીટર પ્રતિ કલાક છે. બાઈકની એક્સ શોરૂમ કિંમત 1.39 લાખ રૂપિયા છે.  

SUZUKI GIXXER SF-150

10/10
image

સુઝુકી કંપનીએ પોતાની જીક્સર 150 બાઈકને એરો ડાઈનામિક ડિઝાઈન અને નવા ફિચર્સ સાથે લોન્ચ કરી છે. બાઈકમાં 155 CCનું એર કુલ્ડ 4 સ્ટ્રોક એન્જિન છે. બાઈકમાં ફ્યૂલ ટેન્કની કેપેસિટી 12 લિટરની છે. આ બાઈક 8000 RPM પર 13.6 BHPનો પાવર અને 6000 RPM પર 13.8 NMનો ટોર્ક જનરેટ કરે છે. બાઈકમાં 5 સ્પીટ ગીયર બોક્સ અને 12 લિટરનો ફ્યુલ ટેન્ક છે. બાઈકની ટોપ સ્પીડ 127 કિલોમીટર પ્રતિ કલાક છે. બાઈકમાં ફ્રંટમાં અને રિયર LED લેંપ્સથી સજ્જ છે. તેમજ સ્પીડોમીટર પણ સંપૂર્ણ ડિજિટલ છે. સ્પોર્ટ્સ વર્ઝન હોવા છતાં બાઈક 47 કિલોમીટર પ્રતિ લિટરની શાનદાર એવરેજ આપે છે. બાઈકને 0-60ની સ્પીડ પકડતા 4.4 સેકન્ડનો સમય લાગે છે. બાઈકની એક્સ શોરૂમ કિંમત 1.25 લાખ રૂપિયા છે.