રણુજા દર્શન કરીને પરત ફરતા કાળનો કોળિયો બન્યા ચાર મિત્રો, અકસ્માતમાં મોત

કપડવંજથી મોડાસા રોડ પરની અકસ્માતની ઘટના બની છે. ‍i20 કાર એક ટ્રક સાથે ભટકાઈ હતી. જેમા કારમાં સવાર પાંચ મિત્રોમાંથી ચાર મિત્રોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.  

નચિકેત મહેતા/ખેડા :કપડવંજથી મોડાસા રોડ પરની અકસ્માતની ઘટના બની છે. ‍i20 કાર એક ટ્રક સાથે ભટકાઈ હતી. જેમા કારમાં સવાર પાંચ મિત્રોમાંથી ચાર મિત્રોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.  
 

1/5
image

કપડવંજ તાલુકામા હોમગાર્ડ જવાન તરીકે ફરજ બજાવતા પાંચ મિત્રો રણુજા મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. ચારેય મિત્રો 27 સપ્ટેમ્બરના રોજ દર્શને નીકળ્યા હતા. ત્યારે દર્શન કરીને પરત ફરતા સમયે તેમની ગાડીને ‍i20 ગાડીને અકસ્માત નડ્યો હતો. ત્યારે કાવઠ પાટીયા પાસે આઈસર ગાડી સાથે તેમની ‍i20 કાર અથડાઈ હતી. 

2/5
image

આ અકસ્માત એટલો જોરદાર હતો કે, કારના ભૂક્કા બોલાઈ ગયા હતા. ઘટનામાં ચાર મિત્રોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો એક મિત્ર ઈજાગ્રસ્ત થયો છે. તમામ મૃતદેહોને કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતા જ કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતકોના પરિવારજનો, સગા-સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળના ટોળેટોળા ઉમટયા હતા. 

3/5
image

4/5
image

5/5
image