PHOTOS: અમિતાભ બચ્ચનથી લઈને મોરારિબાપુ સહિતની હસ્તીઓ સાથે મુલાકાતની ખલીલની દુર્લભ તસવીરો...
જાહેર જીવન સાથે સંકળાયેલા મહાનુભાવો અનેે ફિલ્મી હસ્તીઓ સાથેની ખલીલ ધનતેજવી સાથેની યાદો પણ અહીં તસવીરો રૂપે રજૂ કરવામાં આવી છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતી અને ઉર્દુ ભાષાના જાણીતા કવિ ખલીલ ધનતેજવીનું 82 વર્ષની વયે આજે સવારે વડોદરામાં નિધન થયું છે. આજે બપોરે તેમના નિવાસ્થાનેથી જનાજો નીકળ્યો હતો અને તેમની દફનવિધિ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી. ખલીલ ધનતેજવીને ગુજરાતી સાહિત્યના મિર્ઝા ગાલિબ કહેવામાં આવે છે. તેમણે પહેલો ગઝલ સંગ્રહ બહાર પાડ્યો, ત્યારે 100થી વધારે ગઝલો લખી હતી. ઉર્દૂમાં પણ ઘણી ગઝલો લખી હતી અને ગઝલ ગાયક જગજીતસિંહના કંઠે ગવાઈ છે. ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતા. તેમને 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. જાહેર જીવન સાથે સંકળાયેલા મહાનુભાવો અનેે ફિલ્મી હસ્તીઓ સાથેની ખલીલ ધનતેજવી સાથેની યાદો પણ અહીં તસવીરો રૂપે રજૂ કરવામાં આવી છે.
ખલીલ ધનતેજવી આ રચનાઓને કારણે હંમેશા માટે અમર થઈ ગયા...હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી...
Trending Photos