12 વર્ષ બાદ કુબેર યોગથી આ જાતકોને લાગશે લોટરી, 2025 સુધી કરશે જલસા

Kuber Yog in Taurus: જ્યોતિષીય ગણનાઓ અનુસાર દેવગુરૂ બૃહસ્પતિ વર્ષ 2025 સુધી વૃષભ રાશિમાં રહી કુબેર યોગનું નિર્માણ કરશે. જેના શુભ પ્રભાવથી મેષ સહિત કેટલાક જાતકોને લાભ થશે.
 

કુબેર રાજયોગ

1/5
image

વૈદિક જ્યોતિષમાં ગ્રહોના રાશિ અને નક્ષત્ર પરિવર્તનની ઘટના ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. માન્યતા છે કે તેના ઘણા શુભ સંયોગ અને રાજયોગનું નિર્માણ કરે છે. હવે કુબેર દેવગુરૂ બૃહસ્પતિ 1 મે 2024થી વૃષભ રાશિમાં બિરાજમાન છે અને 13 મે 2025 સુધી આ રાશિમાં રહેશે. જેનાથી કુબેર યોગનું નિર્માણ થયું છે. માન્યતા છે કે જ્યારે કુંડળીના બીજા અને અગિયારમાં ભાવના સ્વામી પોતાના રાશિમાં કે ઉચ્ચ રાશિમાં ઉપસ્થિત રહે છે. બીજા કે અગિયારમાં ભાવના સ્વામિઓ વચ્ચે પરસ્પર રાશિ વિનિયમ હોય કે યુતિ હોય તો કુબેર યોગનું નિર્માણ થાય છે. જ્યોતિષમાં કુબેર યોગને ખુબ ભાગ્યશાળી માનવામાં આવ્યો છે. જાતક જીવનમાં ધન, સંપત્તિ, સુખ-શાંતિ પ્રાપ્ત કરે છે. વ્યક્તિ જીવનભર સુખ-સુવિધાઓ ભોગવે છે. આવો જાણીએ કુબેર રાજયોગથી 1 વર્ષ સુધી કયાં જાતકોને લાભ થશે.

મેષ રાશિ

2/5
image

કુબેર રાજયોગથી મેષ રાશિના જાતકોને ખુબ શુભ ફળ પ્રાપ્ત થશે. આવકના નવા સ્ત્રોતથી ધનલાભ થશે. આર્થિક મુશ્કેલીથી છુટકારો મળશે. પ્રોફેશનલ લાઇફમાં પ્રગતિની તક મળશે. વેપારીઓ માટે આ સમય શુભ સાબિત થશે. બિઝનેસમાં પણ લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. મા લક્ષ્મીની કૃપાથી ધન-ધાન્યનો ભંડાર ભરેલો રહેશે. 

કર્ક રાશિ

3/5
image

કર્ક રાશિના જાતકો માટે કુબેર યોગ લાભદાયક સાબિત થઈ શકે છે. તેનાથી જીવનમાં સુખ-શાંતિ અને ખુશીઓ આવશે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. વિદેશ યાત્રાનો યોગ બનશે. વિદ્યાર્થીઓ માટે ખુબ શુભ સમય છે. શૈક્ષણિક કાર્યોમાં અપાર સફળતા મળશે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે. લાંબા સમયથી અટવાયેલા કાર્યો સફળ થશે. નોકરી-કારોબારમાં ખુબ પ્રગતિ થશે.

સિંહ રાશિ

4/5
image

કુબેર યોગથી સિંહ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે. આ દરમિયાન આર્થિક સ્થિતિ મજબૂત થશે. આવકના નવા સ્ત્રોતથી ધનલાભ થશે. વેપારમાં લાભ થશે. ધન-સંપત્તિમાં વધારો થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. પ્રેમ-સંબંધોમાં મધૂરતા આવશે. લગ્ન જીવન સુખમય રહેશે.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.