​High Court Jobs 2024: ગુજરાત હાઈકોર્ટમાં નીકળી આ પદ પર બમ્પર ભરતી, જાણો અરજીની છેલ્લી તારીખ

​Gujarat High Court Jobs 2024: ગુજરાત હાઈકોર્ટે ડ્રાઈવરના પદ પર ભરતી કાઢી છે. જેના માટે ઉમેદવાર ફટાફટ અરજી કરી લો. ગુજરાત હાઈકોર્ટ તરફથી એક નોટિફિકેશન જાહેર કરી ડ્રાઈવરના પદો પર ભરતી બહાર પાડી હતી. તેના માટે અરજી કરવા માટે હવે ઉમેદવારો પાસે ઓછો સમય બચ્યો છે.

1/5
image

નોટિફિકેશન મુજબ આ ભરતી અભિયાન હાઈકોર્ટમાં ડ્રાઈવરની કુલ 34 જગ્યાઓ ભરશે.

2/5
image

અરજી કરનાર ઉમેદવારે 10મું પાસ કરેલ હોવું જોઈએ. તેમજ ઉમેદવાર પાસે LMV લાઇસન્સ હોવું જોઈએ. તેમજ 5 વર્ષનો અનુભવ પણ જરૂરી છે.

3/5
image

આ ભરતી અભિયાન માટે અરજી કરનાર સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ 1,000 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે અનામત વર્ગ માટે અરજી ફી 500 રૂપિયા રાખવામાં આવી છે.

4/5
image

આ ભરતી અભિયાન માટે ઉમેદવારો ગુજરાત હાઈકોર્ટની અધિકૃત સાઈટ hc-ojas.gujarat.gov.in પર જઈને અરજી કરી શકે છે.

5/5
image

ગુજરાત હાઈકોર્ટની આ ભરતી અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 જૂન 2024 છે.