કેનેડામાં બેરોજગારીની ડરામણી તસવીરો! એક નોકરી માટે હજારોની ભીડ ભેગી થઈ, આમાં કોને નોકરી મળશે?

Canada Job Crises : કેનેડાથી ભારતીયોનો મોહભંગ થઈ ગયો છે. નવા નવા વિદેશ જવા માંગતા યુવાનો હવે કેનેડાથી ડાયવર્ટ થઈને અન્ય દેશો પર નજર દોડાવી રહ્યાં છે. પરંતુ જે લોકો કેનેડા પહોંચી ગયા છે તેમનું શું. હાલ જે ભારતીયો કેનેડા પહોંચી ગયા છે, તેમને જીવવા માટે ભારે સંઘર્ષનો સામનો કરવો પડી રહ્ય છે. અહીં ઓટલાથી લઈને ઓટલા માટે પસીનો વહાવવો પડી રહ્યો છે. હજી થોડા સમય પહેલા જ કેનેડામાં એક નોકરી માટે હજારો યુવા લાઈનમાં હતા તેવી તસવીરો સામે આવી હતી. ત્યારે ફરી એકવાર કેનેડામાં બેરોજગારીના દ્રશ્યો જોવા મળ્યા છે. કેનેડાની એક હોટલમાં નોકરી માટે મોટી સંખ્યામાં લોકો લાઈનમાં લાગ્યા હતા. 
 

1/4
image

જે ભારતીયો હાલ કેનેડા રહેતા હશે, તેમના માતાપિતા માટે આ દ્રશ્યો બહુ જ શોકિંગ છે. કેનેડામાં હાલ નોકરી માટે ફાંફાં મારવા પડી રહ્યાં છે. કેનેડાના બ્રેમ્ટનમાં તંદુરી ફ્લેમ રેસ્ટોરન્ટની આ તસવીરો સામે આવી છે. જેમાં નોકરી માટે યુવાઓની લાંબી લાઈન લાગી છે.   

2/4
image

કેનેડાથી પ્રાપ્ત માહિતી અનુસાર, રેસ્ટોરન્ટ દ્વારા સર્વન્ટ અને કિચનમાં કામ કરી શકે તે માટે હાયરિંગ કરવામાં આવી રહ્યું છે, આ નોકરી મેળવવા માટે લગભગ 3000 જેટલા યુવાનોએ પોતાના રિઝ્યુમ આપ્યા છે. હવે વિચાર કરો કે કેનેડામાં પરિસ્થિતિ કેટલી હદે ખરાબ હશે. 

3/4
image

આ ઉપરાંત આવી અનેક વેકેન્સી છે, જ્યાં યુવાઓ પોતાના રિઝ્યુમ લઈને ફરી રહ્યાં છે, પરંતુ માંડ માંડ નોકરીનો મેળ પડે છે. એક વેકેન્સી માટે એટલા બધા રિઝ્યુમ આવે છે કોની પસંદગી કરવી તે પણ મુશ્કેલી પડી જાય છે. 

4/4
image

જો આવુ જ રહ્યું તો કેનેડામાં રહેતા ભારતીયોના સ્થિતિ વધુ કફોડી બની જશે. એક તરફ માતાપિતા તેમને લાખોનો ખર્ચો કરાવીને ત્યાં મોકલે છે, અને બીજી તરફ સંતાનોને ડોલર કમાવવાના તો છોડો, પરંતુ નોકરી મળવાના પણ ફાંફા પડી રહ્યાં છે.