20, 24, 28 દિવસના રિચાર્જની ઝંઝટ ભૂલી જાવો, Jio ના આ કેલેન્ડર પ્લાનમાં મળશે જોરદાર ફાયદા

Jio Recharge plan: જો તમે પણ મોબાઈલ કંપનીઓના 24 કે 28 દિવસના પ્લાનને લઈને પરેશાન છો તો આ તમારા કામની વસ્તુ છે. હવે મહિનામાં ભલે 30 કે 31 દિવસ હોય, તમારા પ્લાનની વેલિડિટી આખો મહિનો ચાલશે. 
 

જિયો રિચાર્જ પ્લાન

1/6
image

જિયો યૂઝર્સ માટે અમે એક ખાસ પ્લાન લઈને આવ્યા છીએ. જો તમે પણ ઓછી વેલિડિટીવાળા પ્લાનથી પરેશાન છો તો આ તમારા માટે કામની વાત છે. 

જિયો કેલેન્ડર પ્લાન

2/6
image

દેશની સૌથી મોટી દૂરસંચાર સેવા આપતી જિયોએ પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે એક કેલેન્ડર મહિનાની વેલિડિટીવાળો પ્લાન રજૂ કર્યો છે.

સસ્તો પ્લાન

3/6
image

હવે મહિનામાં ભલે 30 કે 31 દિવસ હોય, તમને મહિનાી વેલિડિટી મળશે. જિયોનો આ પ્લાન 259 રૂપિયાનો છે. જિયો કેલેન્ડર મહિનાની વેલિડિટીવાળી પ્રીપેડ યોજના લોન્ચ કરનાર પ્રથમ કંપની છે. 

જિયો 259 રૂપિયાનો પ્લાન

4/6
image

જિયોની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે 259 રૂપિયાના આ પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. 

જિયો પ્લાનની વિગત

5/6
image

આ કેલેન્ડર પ્લાનમાં તમને મહિનો 30 દિવસ કે 31 દિવસનો હોય એટલી વેલિડિટી મળશે. 

6/6
image

આ રીતે એક વર્ષમાં રિચાર્જની સંખ્યા માત્ર 12 થશે અને યોજના દર મહિનાની તે તારીખે રિપીટ થશે, જે તારીખે તમે પ્રથમવાર રિચાર્જ કરાવ્યું હશે.