Jio નો 84 દિવસવાળો ધમાકેદાર પ્લાન, કોલિંગ, ડેટા સાથે મળશે Free Netflix
રિલાયન્સ જિયોની પાસે પોતાના ગ્રાહકો માટે અનેક પ્લાન ઉપલબ્ધ છે. કંપની કેટલાક પ્લાનમાં ફ્રી ઓટીટી એપ્સનું સબ્સક્રિપ્શન આપી રહી છે. આવો એક પ્લાન 1099 રૂપિયાનો છે.
રિલાયન્સ જિયો પ્લાન
રિચાર્જ પ્લાનની વાત કરીએ તો રિલાયન્સ જિયોનું નામ લેવામાં ન આવે તે કેમ બની શકે. જિયોની પાસે આ સમયે સૌથી વધુ ગ્રાહક છે. પોતાના 44 કરોડથી વધુ યૂઝર્સ માટે કંપની અનેક રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. એટલું જ નહીં જિયોએ યૂઝર્સની સુવિધા માટે પ્લાન્સને અલગ-અલગ કેટેગરીમાં ડિવાઇડ કરી રાખ્યા છે. જેમાં સસ્તા અને મોંઘા બંને પ્રકારના પ્લાન્સ હાજર છે. આજે અમે તમને જિયોના એક પ્લાનની જાણકારી આપીશું, જેમાં યૂઝર્સને ઘણા ફાયદા મળે છે.
જિયોના લિસ્ટમાં શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મવાળા ઘણા પ્લાન્સ હાજર છે. જો તમે 365 દિવસવાળો કોઈ વાર્ષિક પ્લાન્સ ઈચ્છો તો તેનો વિકલ્પ પણ મળી જાય છે. જિયોની પાસે એવા પ્લાન્સ પણ છે, જેમાં લાંબી વેલિડિટીની સાથે ઓટીટીનો ફાયદો પણ મળે છે. આવો આ પ્લાન વિશે જાણીએ..
કંપની આપી રહી છે આ ફાયદા
જિયોના લિસ્ટમાં 1099 રૂપિયાનો પ્લાન હાજર છે. કંપનીનો આ પ્લાન ખાસ છે. જો તમે ઓટીટી સ્ટ્રીમિંગ કરો છો તો આ પ્લાન તમારા પૈસા બચાવી શકે છે. જો તમે જિયો નંબર પર 1099 રૂપિયાથી રિચાર્જ કરાવો છો તો તેમાં તમને 84 દિવસની વેલિડિટી મળે છે. તમને પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, ડેટા અને એસએમએસનો ફાયદો મળે છે.
આ પ્લાન જિયોના એવા યૂઝર્સ માટે ઉપયોગી છે જેને વધુ ઈન્ટરનેટ ડેટાની જરૂર પડે છે. જિયો ગ્રાહકને આ પ્લાનમાં કુલ 168 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. તમે એક દિવસમાં 2 જીબી ડેટાનો ઉપયોગ કરી શકો છો. તેમાં ગ્રાહકોને દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે.
ઓટીટી સબ્સક્રિપ્શન મળશે ફ્રી
જો તમે ઓટીટી સ્ટ્રીમિંગ કરો છો અને નેટફ્લિક્સ સબ્સક્રિપ્શન માટે અલગથી પૈસા ખર્ચ કરો છો તો તમારી બચત થવાની છે. જિયોના 1099 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને ફ્રી નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. આ સબ્સક્રિપ્શન માત્ર મોબાઈલ માટે છે. આ સાથે તમને જિયો એપ્સનું પણ સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.
Trending Photos