પીએમ મોદી સાથે શિંજો આબેએ કરી હતી અમદાવાદની સફર, જુઓ અમદાવાદના આંગણે બન્ને મિત્રોની મિત્રતાની યાદગાર તસવીરો

આજે જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેનું નિધન થયું છે. પ્રધાનમંત્રી મોદી સાથે જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેએ ભૂતકાળમાં કરી હતી અમદાવાદ શહેરની મુલાકાત. ત્યારે બંને મહાનુભાવો એકબીજાને ભેટી પડ્યા હતા. જુઓ તે સમયની યાદગાર તસવીરો.

નવી દિલ્લીઃ જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે પર ગોળીબાર કરતાં તેમનું અવસાન થયું છે. શિંજો આબેની છાતીમાં બે ગોળી મારવામાં આવી હતી. ગોળી વાગતા જ તેઓ અચાનક ઢળી પડ્યા હતા. ગોળી વાગ્યા બાદ 67 વર્ષીય શિંજો આબેને હાર્ટ અટેક પણ આવ્યો હતો. જે બાદ તેમને અંતિમ શ્વાસ લીધા. વર્ષ 2017માં શિંજો આબે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે અમદાવાદ શહેરમાં પ્રધાનમંત્રી મોદી સાથે સફર કરી હતી. ત્યારે જામનના પૂર્વ  પ્રધાનમંત્રીની અમદાવાદ સફરની એક ઝલક આજે જોઈએ.

પ્રધાનમંત્રી મોદી સાથે જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેએ મુલાકાત કરી હતી. ત્યારે બંને મહાનુભાવો એકબીજાને ભેટી પડ્યા હતા. જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેએ હેરિટેજ વારસા તરીકે અનેક જગ્યાઓની મુલાકાત લીધી હતી તેમની એક જગ્યા છે સિદી સૈયદની જાળી. અમદાવાદ મુલાકાત દરમિયા તેમણે પ્રધાનમંત્રી મોદી સાથે સીદી સૈયદની જાળીને નિહાળી હતી. 

અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમની પણ શિંજો આબેએ મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ પ્રધાનમંત્રી મોદી સાથે મહાત્મા ગાંધીજીને ફૂલ અર્પણ કર્યા હતા. આ સાથે ગાંધીજીની વિવિધ વસ્તુઓને નીહાળી હતી. ગાંધીજીના 3 વાંદરાઓને નીહાળતા શિંજો આબે. પ્રધાનમંત્રી મોદી સાથે જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેએ રિવરફ્રન્ટનો નજારો માણ્યો હતો. તેમણે રિવરફ્રન્ટ પર બેસીને અમદાવાદ શહેરને નીહાળ્યું હતું. જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેએ પ્રધાનમંત્રી મોદી સાથે રોડ શો પણ કર્યો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image