જામનગરમાં થોડીવાર માટે સૂર્યનો પડછાયો થઈ ગયો ગાયબ! માન્યામાં ના આવતું હોય તો જુઓ તસવીરો

મુસ્તાક દલ, જામનગરઃ જામનગરના નભોમંડળમાં આજે ખગોળીય ઘટના "ઝીરો શેડો ડે" અંગે નિદર્શન યોજાયું. કોરોના કાળને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સતર્કતા અને સોશલ ડીસ્ટન્સ સાથે જામનગરના મેયર અને કમિશ્નરની ઉપથિતિમાં "ઝીરો શેડો ડે" ની ઊજવણી કરવામાં આવી.

1/7
image

જામનગરમાં 4 જૂનના રોજ બપોરે એક એવી અજીબો ગરીબ ઘટના બની કે જેને કારણે લોકોમાં ભારે કૂતુહલ સર્જાયું. સૂર્ય બરાબર મધ્યમાં ચઢ્યો ત્યાં તો અચાનક સૂર્યનો પડછાયો ગાયબ થઈ ગયો. એના કારણે જમીન અને આસપાસમાં મુકેલી તમામ વસ્તુઓ પરથી પડછાયો હટી ગયો. આ ઘટના જોનારાઓ પણ અચંભામાં પડી ગયાં.

2/7
image

જામનગરના નભો મંડળમાં આજે ચોથી જૂનના દિવસે અલૌકિક ખગોળીય ઘટના બની. બપોરે 12 વાગ્યાને 49 મિનિટે સૂર્ય બરોબર મધ્યમાં રહયો હોવાથી થોડી ક્ષણ માટે સૂર્યનો પડછાયો ગાયબ થઈ ગયો. સૂર્યનો પડછાયો સિધી લીટીમાં પડયો હોવાથી તેનો શેડો ગાયબ થયો હતો. 

 

 

Knowledge: JCBનું ફૂલ ફોર્મ તમને ખબર છે? આંખના પલકારામાં બધુ નષ્ટ કરનાર આ મશીનને શું કહેવાય છે?

3/7
image

આ અલૌકિક ઘટના સમયે જામનગરના મેયર, ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, આસી કમિશનર, ડે.મેયર શાસક જૂથના નેતા વગેરે આ ઘટનાના સાક્ષી બન્યા હતા. અને જામનગર ખગોળ મંડળ દ્વારા તેના નિદર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. 

 

 

IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!

4/7
image

કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને મર્યાદિત લોકોની હાજરીમાં જ આ નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. આજે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેદાનમાં આ ઘટનાનું નિદર્શન ખગોળ મંડળ જામનગરના કિરીટ ભાઈ શાહ તથા અમિત વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. 

 

 

શું તમે મહિલાઓના આ અંગોના નામ જાણો છો? અમુક Private Body Parts ના નામ તો ઘણી મહિલાઓને પણ નથી હોતા ખબર!    

5/7
image

વર્ષ દરમિયાન બે વખત બનતી આ ઘટના આજે 4 જૂન ના બપોરે 12.49 મિનિટે થઈ હતી. સૂર્ય તેની ઉત્તરાયણ તરફની ગતિ દરમિયાન આજરોજ જામનગર શહેરના નભોમંડળમાં બરાબર માથા ઉપરથી પસાર થયો હતો. આ દરમ્યાન બપોરે 12 વાગ્યાને 49 મિનિટે નિદર્શન માટે મુકવામાં આવેલી દરેક વસ્તુઓનો પડછાયો અદ્રશ્ય થઈ ગયો હતો. 

 

 

Guinness Book માં નોંધાયેલાં છે આ Bollywood Stars ના નામ, કારણ જાણીને તમને પણ થશે આશ્ચર્ય

6/7
image

આ ઘટના ને જુદા જુદા મોડેલ દ્વારા  દશાવવામાં આવી હતી, જેના સર્વે મહાનુભાવો સાક્ષી બન્યા હતા. આગામી 21 મી જૂન પછી સૂર્ય તેની દક્ષિણાયન ગતી દરમિયાન ફરીથી  8 જુલાઈના રોજ બપોરે 12.55 કલાકે ફરી જામનગર ના માથા ઉપરથી પસાર થશે. ત્યારે ફરી ઝીરો શેડો ડે આવશે. આમ કકવૃત અને મકરવૃત વચ્ચેના વિસ્તારમાં વર્ષ માં બે વખત "ઝીરો શેડો ડે " માણી શકાય છે.

 

 

Twitter પર આ Hot Girl ના Photos જોવા ઘણાંએ કામ-ધંધો જ છોડી દીધો! છેલ્લે તેનું Twitter Account કરવું પડ્યું બંધ

7/7
image

જોકે, હાલ તો જામનગરના આકાશમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે કૂતુહલતા જોવા મળી હતી. પહેલીવાર આ પ્રકારની ઘટના નજરે નીહાળનારા લોકોમાં સામાન્ય એક પ્રકારના ભયની લાગણી પણ જોવા મળી હતી. તો વળી કેટલાંક લોકો આ ઘટનાને લઈને અનેક તર્ક વિતર્ક કરવા લાગ્યાં.

 

 

Knowledge: Flight માં મોટેભાગે Female સ્ટાફ જ કેમ હોય છે? તમે વિચારતા હશો એ નહીં, કંઈક અલગ જ છે કારણ