Sex Therapy થી થઈ રહી છે ઘાયલ સૈનિકોની 'સારવાર', આ દેશની સરકાર ઉઠાવે છે ખર્ચો
ઈઝરાયેલમાં સૈનિકોની સારવાર સેક્સ થેરેપીથી કરવામાં આવી રહ્યી છે. (તમામ તસવીરો- સાંકેતિક તસવીરો)
સૈનિકોની સારવાર સેક્સ થેરેપીથી
ઈઝરાયેલમાં સૈનિકોની સારવાર સેક્સ થેરેપીથી કરવામાં આવી રહ્યી છે. આ માટે એક વ્યક્તિને દર્દીના સાથી તરીકે કામ પર રાખવામાં આવ્યો છે. આ થેરેપીને સારવાર માટે ખુબ જ વિવાદાસ્પદ રીત માનવામાં આવી છે. પરંતુ ઈઝરાયેલમાં આ થેરેપીનો ખર્ચો સરકાર એવા સૈનિકો માટે ઉઠાવી રહી છે જે ખુબ ગંભીર રીતે ઘાયલ થયા છે અને ડોક્ટરોના જણાવ્યાં મુજબ તેમને તેની જરૂર છે.
સેક્સ કેવી રીતે કરવું તે શીખવાડે છે
બીબીસીના રિપોર્ટ મુજબ ઈઝરાયેલના એક્સ થેરેપિસ્ટ રોનિત અલોનીનો તેલ અવીવમાં આ પ્રકારનો એક પરામર્શ રૂમ છે. આ એ જગ્યા છે જ્યાં પેઈડ સરોગેટ પાર્ટનર ગ્રાહકોને શીખવાડે છે કે અંગત સંબંધ (Intimate Relationship) કેવી રીતે બનાવવામાં આવે અને અંતમાં સેક્સ કેવી રીતે કરવું તે શીખવાડે છે.
દીવાલો પર છે કામુક તસવીરો
રિપોર્ટ મુજબ આ કોઈ ક્લિનિક અને હોટલ જેવું જરાય દેખાતું નથી. તે રૂમમાં એક બેડ, એક સીડી પ્લેયર, શાવરની વ્યવસ્થા અને કામુક કલાકૃતિથી દીવાલોને સજાવવામાં આવી છે.
મહિલા અને પુરુષ બંને હોઈ શકે છે
સેક્સ થેરેપી અનેક પ્રકારે એક કપલ થેરેપી છે અને કોઈની પાસે જો પાર્ટનર ન હોય તો તે આ પ્રક્રિયાને પૂરી કરી શકતા નથી. અલોનીએ કહ્યું કે આ સરોગેટ મહિલા કે પુરુષ બંને જ હોઈ શકે છે. તેઓ પાર્ટનરની ભૂમિકા ભજવે છે.
સરકાર ઉઠાવે છે થેરેપીનો સમગ્ર ખર્ચ
જો કે આ થેરેપીને પસંદ ન કરનારા લોકો તેને વેશ્યાવૃત્તિ ગણે છે. પરંતુ ઈઝરાયેલમાં આ એક હદ સુધી સ્વીકૃત છે કે સરકાર એવા સૈનિકો માટે આ ખર્ચો ઉઠાવે છે જે કોઈ દુર્ઘટના કે સૈન્ય અભિયાનના કારણે સેક્સ કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા છે.
સારવાર અને વેશ્યાવૃત્તિમાં કોઈ સમાનતા નથી
આ પ્રકારની ટીકાઓ પર અલોનીએ કહ્યું કે લોકો અહીં થેરેપી માટે આવે છે. મજા લેવા માટે નહીં. સારવાર અને વેશ્યાવૃત્તિમાં કોઈ સમાનતા નથી. આ સમગ્ર થેરેપી દરમિયાન 85 ટકા સત્રોમાં અંગત સંબંધ બનાવવા, સ્પર્શવા અને એક બીજાને પ્રેમ કરવાનું જણાવવામાં આવે છે.
30 વર્ષ પહેલા મિસ્ટર A થી થઈ શરૂઆત
રિપોર્ટ મુજબ આ થેરેપી લાવનારા સૈનિકોના નામ જાહેર કરાતા નથી. પરંતુ મિસ્ટર A (કાલ્પનિક નામ)ને આ થેરેપી લાવનારા પહેલા સૈનિક તરીકે માનવામાં આવે છે. લગભગ 30 વર્ષ પહેલા એક દુર્ઘટના બાદ ઈઝરાયેલના રક્ષા મંત્રાલયે સેક્સ સરોગેટ થેરેપી માટે ચુકવણી કરી હતી. કહેવાય છે કે ઊંચાઈથી પડવાના કારણે તેમના કમરના નીચેના ભાગમાં લકવો મારી ગયો હતો.
આ કારણે લેવાઈ સેક્સ થેરેપિસ્ટની મદદ
મિસ્ટર A પહેલેથી પરિણિત હતા અને તેમના બાળકો પણ હતા. પરંતુ તેમની પત્નીએ ડોક્ટરો અને ચિકિત્સકોને સેક્સ અંગે વાત કરવામાં જરાય સહજ મહેસૂસ કર્યું નહીં, આથી તેમણે એવી ક્લિનિકની મદદ લીધી જ્યાં સેક્સ થેરેપી દ્વારા તેમની મદદ કરવામાં આવી.
Trending Photos