Upcoming IPO: આગામી સપ્તાહે ફરી કમાણીની તક, 3 કંપનીઓના ખુલશે આઈપીઓ, જાણો વિગત
IPO News: આઈપીઓ ઈન્વેસ્ટર માટે આગામી સપ્તાહ ખુબ વ્યસ્ત રહેવાનું છે. ઓછામાં ઓછી 3 કંપનીઓના આઈપીઓ ખુલવાના છે. આ આઈપીઓ ઈન્વેસ્ટરોને કમાણી કરાવી શકે છે. તેમાંથી 2 આઈપીઓ મેનબોર્ડ રૂટ દ્વારા લોન્ચ થશે, જ્યારે એક એસએમઈ આઈપીઓ છે. આ સિવાય આગામી સપ્તાહે 20 ફેબ્રુઆરીએ વિભોર સ્ટીલનું લિસ્ટિંગ થશે. આવો તમને આગામી સપ્તાહે ઓપન થનાર આઈપીઓની જાણકારી આપીએ.
જુનિપર હોટલ્સ
લગ્ઝરી હોટલ બનાવનારી જુનિપર હોટલ્સનો આઈપીઓ 21થી 23 ફેબ્રુઆરી વચ્ચે ઓપન થશે. જુનિપર હોટલ્સ આ આઈપીઓ દ્વારા માત્ર નવા શેર જારી કરશે એટલે કે વર્તમાન શેરહોલ્ડર્સ ઓફર ફોર સેલ હેઠળ પોતાના શેર વેચશે નહીં. હયાત ચેનની કેટલીક પ્રોપર્ટીઝ ચલાવનારી જુનિપર હોટલ્સે 1800 કરોડ રૂપિયાના આઈપીઓ માટે 342-360 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. આ શેરની ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે. આઈપીઓની લોટ સાઇઝ 40 શેરની છે એટલે કે રિટેલ ઈન્વેસ્ટરોએ પ્રાઇઝ બેન્ડ પ્રમાણે 14400 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
જીપીટી હેલ્થકેર
જીપીટી હેલ્થકેર લિમિટેડનો આઈપીઓ 22 ફેબ્રુઆરીએ ખુલવાનો છે. આ કંપની આઈએલએસ હોસ્પિટલ બ્રાન્ડ હેઠળ મીડિયમ સાઇઝ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવે છે. એન્કર ઈન્વેસ્ટર માટે આ આઈપીઓ એક દિવસ પહેલા 21 ફેબ્રુઆરીએ ઓપન થશે. આઈપીઓ બંધ થવાની તારીખ 26 ફેબ્રુઆરી છે. આઈપીઓમાં 40 કરોડ રૂપિયાના નવા શેર જારી થશે. આ સિવાય પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ Banyantree Growth Capital તરફથી 2.6 કરોડ શેર ઓફર ફોર સેલ હેઠળ હશે. શેરનું લિસ્ટિંગ 29 ફેબ્રુઆરીએ બીએસઈ અને એનએસઈ પર થશે.
ઝેનિથ ડ્રગ્સ આઈપીઓ
આ સિવાય આવતા સપ્તાહે ઝેનિથ ડ્રગ્સનો એસએમઈ આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. તેની પ્રાઇઝ બેન્ડ 75થી 79 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ એક લોટ 1600 શેરનો બનાવ્યો છે. આ આઈપીઓ 22 ફેબ્રુઆરીએ બંધ થશે. શેરનું એલોટમેન્ટ 23 ફેબ્રુઆરીએ થશે. કંપની 27 ફેબ્રુઆરીએ સ્ટોકમાર્કેટમાં ડેબ્યૂ કરશે.
વિભોગ સ્ટીલનું થશે લિસ્ટિંગ
વિભોર સ્ટીલ ટ્યૂબ્સ આઈપીઓ છેલ્લા દિવસે 298.86 ગણું સબ્સક્રિપ્શન થયું હતું. દરેક કેટેગરીમાં ઈન્વેસ્ટરોનોસારો રિસ્પોન્સ મળ્યો છે. તેના કુલ 107 કરોડ શેર માટે બોલી લગાવવામાં આવી છે, જ્યારે ઓફર પર 35.92 લાખ શેર છે. ગ્રે માર્કેટમાં પણ વિભોરના શેર સારૂ પરફોર્મંસ કરી રહ્યાં છે.
Trending Photos