આ 10 વસ્તુમાં દુનિયામાં સૌથી આગળ છે Pakistan, ફેક્ટ જાણી તમે પણ ચોકી જશો

Pakistan Facts: આજના સમયમાં ભારતના પોડોસી દેશ પાકિસ્તાનની સ્થિતિ ખરાબ છે. પાકિસ્તાન આ સમયે ગરીબી અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ત્યાં લોકો આજે બે ટકના ભોજન માટે પણ ફાફા મારી રહ્યાં છે. પરંતુ પાકિસ્તાન કેટલાક મામલામાં આજે પણ દુનિયાભરમાં આગળ છે. 
 

1/10
image

પાકિસ્તાન તે દેશ છે જ્યાં વિશ્વનું બીજુ સૌથી ઊંચુ શિખર છે.  K2,જે દુનિયાનું બીજુ સૌથી ઊંચુ શિખર છે, જે પાકિસ્તાનમાં સ્થિત છે. આ સિવાય ત્રણ સૌથી ઊંચી પર્વત શ્રેણી- હિંદૂકુશ, કારાકોરમ અને હિમાલય પણ આ દેશમાં સ્થિત છે. 

2/10
image

પાકિસ્તાનમાં વિશ્વનું સૌથી મોટુ બંદર છે, જે ગ્વાદર બંદરના નામે જાણીતું છે. નોંધનીય છે કે આ બંદરનો ઉપયોગ પાકિસ્તાનની સાથે-સાથે ચીન પણ કરે છે. 

3/10
image

દુનિયામાં સૌથી ઊંચા હાઈટ પર સ્થિત પાકો રસ્તો પણ પાકિસ્તાનમાં છે. આ રસ્તાને ચીન-પાકિસ્તાન મૈત્રી રાજમાર્ગ કે કારાકોરમ રાજમાર્ગ પણ કહે છે. 

4/10
image

દુનિયાભરમાં સૌથી મોટી વોલેન્ટિયર એમ્બ્યુલન્સ સર્વિસ પણ પાકિસ્તાનમાં ચલાવવામાં આવે છે, જે ઈધી ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવી રહી છે. 

 

5/10
image

દુનિયાભરમાં વેચાતા ફુટબોલ પાકિસ્તાનના સિયાલકોટમાં બને છે. હાથથી સિલાઈ કરી વેચાતા ફુટબોલમાં પાકિસ્તાન દુનિયામાં નંબર 1 છે.

6/10
image

પાકિસ્તાન તે દેશ છે, જ્યાં દુનિયાનું સૌથી ઊંચુ પોલોનું મેદાન છે. તે પાકિસ્તાનના શંદૂરમાં સ્થિત છે. 

7/10
image

પાકિસ્તાન દુનિયાનો એકમાત્ર મુસ્લિમ દેશ છે, જેની પાસે પરમાણુ શક્તિ છે.   

8/10
image

દુનિયાની સૌથી નાની ઉંમરની નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈ પણ પાકિસ્તાનની રહેવાસી છે, જેનું ઘર પાકિસ્તાનમાં છે. 

9/10
image

દુનિયાની સૌથી જૂની અને સૌથી મોટી સભ્યતા, જે સિંધુ ઘાટીની સભ્યતાના નામથી જાણીતી છે, તે એ ક્ષેત્રમાં વિકસિત થઈ હતી, જ્યાં આજે પાકિસ્તાન છે. 

10/10
image

વિશ્વનો સૌથી મોટો માટીનો ડેમ "તરબેલા ડેમ" પણ પાકિસ્તાનમાં છે.