Uttarkashi Rescue Update: ટનલમાં કેવી રીતે પસાર કર્યા 17 દિવસ? Photos માં જુઓ અંદરનો નજારો

Uttarkashi Tunnel Rescue: ઉત્તરકાશી ટનલ અકસ્માતમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં આવ્યા બાદ ઋષિકેશ એમ્સમાં ભરતી કરવામાં આવ્યા, જ્યાં તેમનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું. ત્યારબાદ તમામ શ્રમિકોને ઘર માટે રવાના કરી દેવામાં આવ્યા. આ અકસ્માત સંલગ્ન સુરંગના અંદરના કેટલાક ફોટા અહીં દેખાડવામાં આવ્યા છે જેને જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે સુરંગની અંદરના હાલાત કેવા હશે?

1/4
image

આ તસવીરોને જોઈને તમે અંદાજો લગાવી શકો કે સુરંગની અંદર મજૂરોએ 17 દિવસ કેવી રીતે પસાર કર્યા હશે? તસવીરોમાં જોઈ શકો છો કે ટનલની એકબાજુ ખાણીપીણીનો સામાન છે, જ્યૂસ અને પાણીની બોટલોની વ્યવસ્થા છે, કેળા, સંતરા જેવા ફળો છે. 

2/4
image

તસવીરો જોઈને ભયંકર સ્થિતિનો અંદાજો લગાવી શકાય છે. જો કે મજૂરોને કોઈ પણ પરેશાની ન થાય તેવી વ્યવસ્થા કરાઈ હતી. ટનલ બનાવવામાં ઉપયોગમાં લેવાતી જેસીબી મશીન પણ જોવા મળશે. 

3/4
image

આ તસવીરો ટનલમાં ફસાયેલા મજૂરો પોતાના ફોનના કેમેરાથી લઈ રહ્યા હતા. 17 દિવસ ચાલેલા આ ઓપરેશનમાં 41 મજૂરોને બચાવાયા. 

4/4
image

મજૂરોને બહાર કાઢવા માટે વિદેશી એક્સપર્ટ અર્નોલ્ડ ડિક્સની મદદ લેવાઈ હતી. આ ઉપરાંત મશીનથી ખોદકામ થયું અને અંતમાં જ્યારે મશીન કામ ન આવ્યું ત્યારે રેટ માઈનર્સ દેવદૂત બનીને આવ્યા અને મજૂરોને નવું જીવનદાન મળ્યું.