Cricketers Who Marry 2 Times: આ 5 ભારતીય ક્રિકેટરોએ બે વખત કર્યા લગ્ન, લિસ્ટમાં ચોંકાવનારા નામ પણ સામેલ

Cricketers Who marry 2 times: ભારતમાં ક્રિકેટની રમત ખુબ લોકપ્રિય છે. ક્રિકેટને અહીં ધર્મ માનવામાં આવે છે. ફેન્સ પોતાના ફેવરેટ ખેલાડીઓ વિશે બધુ જાણવા ઈચ્છે છે. આજે અમે તમને તે પાંચ ક્રિકેટરો વિશે જણાવી રહ્યાં છીએ. જેણે પોતાના જીવનમાં બે વખત લગ્ન કર્યાં છે. 

મોહમ્મદ અઝહરૂદ્દીન

1/5
image

મોહમ્મદ અઝહરુદ્દીને એક ખતરનાક બેટર હતા. અઝરુદ્દીને 1987માં નૌરીન સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ 1996માં બંનેના છુટાછેડા થઈ ગયા હતા. અઝહરે અભિનેત્રી સંગીતા બિજલાની સાથે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ 2010માં બંનેના છુટાછેડા થઈ ગયા હતા. 

 

 

યોગરાજ સિંહ

2/5
image

યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે બે વખત લગ્ન કર્યા છે. તેની પ્રથમ પત્ની શબનમ સિંહ છે, જે યુવરાજની માતા છે. ત્યારબાદ તેમણે સતવીર કૌર સાથે લગ્ન કરી લીધા હતા. 

 

 

જવાગલ શ્રીનાથ

3/5
image

જવાગલ શ્રીનાથે બે લગ્ન કર્યાં છે. તેના પ્રથમ લગ્ન વર્ષ 1999માં જ્યોત્સના સાથે થયા હતા, પરંતુ બાદમાં બંનેએ છુટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ શ્રીનાથે વર્ષ 2008માં પત્રકાર માધવી પત્રાવલી સાથે બીજા લગ્ન કર્યાં હતા. 

 

 

અરૂણ લાલ

4/5
image

ભારતના પૂર્વ ઓપનર અરૂણ લાલ 66 વર્ષની ઉંમરમાં બુલબુલ સાહા સાથે લગ્ન કરવાના છે. બુલબુલ 38 વર્ષની છે. આ પહેલા અરૂણ લાલે રીના સાથે લગ્ન કર્યા હતા.

 

 

દિનેશ કાર્તિક

5/5
image

સ્ટાર વિકેટકીપર/બેટર દિનેશ કાર્તિકે બાળપણની મિત્ર નિકિતા વણઝારા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ નિકિતાએ ટીમ ઈન્ડિયાના બેટર મુરલી વિજય સાથે લગ્ન કરી લીધા. વર્ષ 2015માં કાર્તિકે સ્ક્વૈશ ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે બીજા લગ્ન કર્યાં.