IND vs AUS: એડિલેડ ટેસ્ટ પહેલા જાણો આ મહત્વના આંકડા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ 6 ડિસેમ્બરથી શરૂ થશે. સિરીઝનો પ્રથમ મેચ એડિલેડમાં રમાશે. ક્યૂરેટરે પિચ પર ઘાસ રહેવાના સંકેત આપ્યા છે. મેચ પહેલા જાણો કેવા રહ્યાં છે આ પિચ પર આંકડા...
ભારતીય ટીમ
11 મેચ રમ્યા છે ભારતે એડિલેડમાં જેમાં 7મા હારનો સામનો કરવો પડ્યો છે. ત્રણ મેચ ડ્રો રહ્યાં છે અને માત્ર એકમાં જીત મળી છે.
રાહુલ દ્રવિડ
રાહુલ દ્રવિડે 233 રન ફટકાર્યા હતા વર્ષ 2003માં. આ મેચમાં પર આ ત્રીજો સૌથી મોટો સ્કોર છે. આ મેદાન પર સર્વોચ્ચ સ્કોર (299*) સર ડોન બ્રેડમેનના નામે છે. (Photo: @ICC)
શેન વોર્ન
શેન વોર્ને આ મેદાન પર કુલ 56 વિકેટ ઝડપી છે. અહીં સૌથી વધુ વિકેટ ઝડપનાર ટોપ 5 બોલરોમાં 2 સ્પિનર (વોર્ન અને લાયન) સામેલ છે. (photo: wion)
કપિલ દેવ
પાંચ બોલરોએ આ મેદાન પર ટેસ્ટ મેચની ઈનિંગમાં 8 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. ભારત તરફથી કપિલ દેવે 1985મા 106 રન આપીને ઓસ્ટ્રેલિયાના 8 બેટ્સમેનોને આઉટ કર્યા હતા.
Trending Photos