PICS: ભારતની તાકાતમાં થયો વધારો, US Navy એ ભારતીય નેવીને આપ્યા આ ખાસમખાસ હેલિકોપ્ટર્સ

1/5
image

નવી દિલ્હી: ભારતની તાકાત એકવાર ફરીથી વધી ગઈ છે. હવે ઈન્ડિયન નેવીના કાફલામાં ખાસ હેલિકોપ્ટર્સ સામેલ થયા છે. જે તેની તાકાતમાં ધરખમ વધારો કરી નાખશે. અમેરિકાની નેવીએ ભારતીય નેવીને બે MH-60 R રોમિયો હેલિકોપ્ટર સોંપ્યા છે.   

2/5
image

આ હેલિકોપ્ટર્સ 16 જુલાઈના રોજ સાનડિયાગોમાં થયેલા સમારોહમાં અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધૂને સોંપવામાં આવ્યા. 

3/5
image

ભારતે અમેરિકા પાસેથી આવા 24 હેલિકોપ્ટર ખરીદ્યા છે. આ હેલિકોપ્ટર્સનો ઉપયોગ સૈનિકોને લઈ જવામાં, રાહત અને બચાવ કાર્યમાં, નિગરાણી કાર્ય, અને દુશ્મનની સબમરીન વિરુદ્ધ યુદ્ધ ક્ષમતાને વધારવામાં થઈ શકે છે. આ હેલિકોપ્ટરની ખાસ વાત એ છે કે આ હેલિકોપ્ટર તમામ ઋતુમાં કામ કરવામાં સક્ષમ છે. 

4/5
image

દેશને હેલિકોપ્ટર મળવાની જાણકારી આપતા ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધૂએ ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું કે ભારત-અમેરિકાની મિત્રતા નવી ઊંચાઈઓ આંબે છે. (તસવીર- સાભાર તરણજીત સિંહ સંધૂ ટ્વિટર એકાઉન્ટ)

5/5
image

અત્રે જણાવવાનું કે ભારત સરકારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ સમયે આ હેલિકોપ્ટર ખરીદીને મંજૂરી આપી હતી. આ હેલિકોપ્ટર સાડા 10 હજાર કિલોગ્રામથી વધુ વજન લઈને ઉડી શકે છે. તથા તેની ઝડપ 267 કિમી પ્રતિ કલાક છે.