સ્વિટ્ઝર્લેન્ડને ટક્કર મારે એવું છે મેઘાલયનું આ ગામ! સાવ સસ્તામાં ફોરેન જેવા સ્થળે ફરવાની મજા
જો તમે હરવા ફરવાના શોખીન હોવ તો તમારે આ એક સ્થળની પણ અચૂક મુલાકાત લેવી જોઈએ. કારણકે, આ સ્થળ પર તમને એવુું જ લાગશે કે તમે ફોરેનના કોઈ સ્થળે ફરવા માટે આવી ગયા છો. જોકે, આ સ્થળ છે મેઘાલયનું ક નાનકડું ગામ. તસવીરો જોઈને થઈ જશો ફિદા...
ડોકી તળાવ ક્યાં આવેલું છે?
ડોકી તળાવ, ઉમંગોટ નદી તરીકે પણ ઓળખાય છે, જે મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાં સ્થિત છે, ઉનાળાની ઋતુમાં મુલાકાત લેવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. ડોકી તળાવ તેની પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત છે.
ડોકી તળાવની સુંદરતા
આ સરોવર લીલીછમ ટેકરીઓથી ઘેરાયેલું છે અને તેનું પાણી સ્ફટિક જેવું સ્પષ્ટ છે. તળાવના કિનારે વાંસના ઝાડ અને રંગબેરંગી ફૂલોની હારમાળા આ જગ્યાને વધુ સુંદર બનાવે છે.
એશિયાનું સૌથી સ્વચ્છ ગામ
ડોકી તળાવ માવલીનોંગ ગામ પાસે આવેલું છે, જેને 2003માં એશિયાના સૌથી સ્વચ્છ ગામનો ખિતાબ મળ્યો હતો. ગામડાના લોકો સ્વચ્છતા પ્રત્યે ખૂબ જ જાગૃત છે અને તેઓ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા નથી.
ડોકી તળાવ કેવી રીતે પહોંચવું?
આ જગ્યા ડોકી ગામમાં છે, અહીં ભારત અને બાંગ્લાદેશની સરહદ પણ છે. ડોકી લેક સુધી પહોંચવાનો સૌથી સરળ રસ્તો શિલોંગથી ટેક્સી દ્વારા છે. શિલોંગથી ડોકી તળાવનું અંતર લગભગ 80 કિલોમીટર છે.
ડોકી તળાવમાં શું કરવું?
ડોકી તળાવમાં તમે બોટિંગની મજા માણી શકો છો. લેકના કિનારે લટાર મારી શકો છો અથવા પર્વતોનો આનંદ માણી શકો છો. તમે તળાવના કિનારે બનેલી નાની રેસ્ટોરાંમાં બેસીને સ્થાનિક ભોજનનો આનંદ પણ લઈ શકો છો.
Trending Photos