મધદરિયે ત્રિરંગો લહેરાયો, સાળંગપુર મંદિરમાં 1551 ફૂટનો ધ્વજ... તસવીરોમાં જુઓ સ્વતંત્રતા દિનની ઉજવણી

દેશભરમાં આજે 75માં સ્વાતંત્રદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યમાં અલગ અલગ સ્થળોએ અનોખા અંદાજમાં સ્વતંત્ર દિવસ ઉજવાયો છે. આવો તેની એક ઝલક જોઈએ... 

ઝી મીડિયા/બ્યૂરો :દેશભરમાં આજે 75માં સ્વાતંત્રદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યમાં અલગ અલગ સ્થળોએ અનોખા અંદાજમાં સ્વતંત્ર દિવસ ઉજવાયો છે. આવો તેની એક ઝલક જોઈએ... 

1/8
image

પોરબંદરમાં પણ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા મધ દરિયે ધ્વજવંદન કરીને આ રાષ્ટ્રીય પર્વની અનોખી ઉજવણી કરી હતી. પોરબંદરમાં આ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી 15મી ઓગષ્ટ અને 26 મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વ પર મધદરિયે જઈને ધ્વજવંદન  કરી અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. પોરબંદરવાસીઓ પણ દર વર્ષેની જેમ આજે પણ સ્વાતંત્ર દિવસની અનોખી ઉજવણીને જોવા અને તિરંગાને સલામી આપવા ચોપાટી ખાતે પહોંચી હતી. આ રાષ્ટ્રીય પર્વ પર આ સાહસને બિરદાવતા જોવા મળ્યા હતા.  

2/8
image

તો સ્વતંત્ર દિનને ધાર્મિક રંગ પણ અપાયો હતો. બોટાદમાં સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 1551 ફૂટનો ત્રિરંગો બનાવાયો હતો. સંતોની ઉપસ્થિતમાં ત્રિરંગાને માન સન્માન સાથે મંદિર પરિસરમાં લાવવામાં આવ્યો હતો. 1551 ફૂટનો ધ્વજ મંદિર પરિષદથી લઈ હનુમાનજી દાદાના મંદિર ફરતે રાખવામાં આવ્યો છે.

3/8
image

અમદાવાદ ખાતે આવેલી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, સાઉથ સુદાન, યુગાન્ડા, લેસોથો, સ્વાઝીલેન્ડ જેવા દેશોથી આવી અભ્યાસ કરતાં વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત ગાઈને 75 માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી.

4/8
image

પંચમહાલમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં 75 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી. ગોધરા હેડ ક્વાર્ટર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રીએ ધ્વજ વંદન કર્યું હતું. 

5/8
image

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સ્વતંત્રતા દિન પર દેશની એકતાના દ્રશ્યો જોવા મળ્યા. કોમી એખલાસ સાથે હિન્દુ-મુસ્લિમ દેશવાસીઓ દ્વારા વિશેષ રેલીનું આયોજન કરાયુ હતું. 75 ફૂટ લાંબા ત્રિરંગા સાથે સેંકડો લોકો રેલીમાં જોડાયા હતા. જમાલપુર જગન્નાથ મંદિરથી જુમ્મા મસ્જિદ સુધી રેલી નીકળી હતી. 

6/8
image

ગાંધીનગરમાં - BSF ગુજરાત હેડક્વાર્ટર ખાતે 75માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ. જેમાં DIG ગુજરાત ફ્રન્ટીયર જી એસ મલિક દ્વારા ધ્વજવંદન કરાયું. 15 મી ઓગસ્ટના પર્વને લઇ BSF જવાનોને મીઠાઈ વિતરણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. તો હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ. કોરોના કાળમાં તમામ BSF અધિકારી - જવાનો માસ્ક પહેરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી. 

7/8
image

અમદાવાદ શહેર પોલીસે 75મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ધ્વજવંદન કર્યું. આ સાથે પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના તમામ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા. જેમાં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર પોલીસકર્મી અને અધિકારીને એનાયત કરાયા છે. સાથે જ કોરોના કાળમાં ફરજ દરમિયાન મોતને ભેટનાર પોલીસ કર્મીના પરિવારજનોનું સન્માન કરાયું. શહેર પોલીસ કમિશનરે તમામનું સન્માન કર્યું. શહીદોના પરિવારને સહાય રૂપે ચેક અર્પણ કરવામાં આવ્યા.. આ સાથે શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ અને જવાનોનું સન્માન કરવામાં આવ્યું. સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં સારી કામગીરી કરનારા પીઆઈ દેસાઈનું સન્માન કરવામાં આવ્યું. આ સાથે અન્ય અધિકારોને પણ સારી કામગીરી બદલ બિરદાવ્યા.

8/8
image