IND vs ENG Series માં જાદૂ પાથરી રહી છે એંકર Kira Narayanan, ફીદા થયા ક્રિકેટ ફેન્સ
ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે અમદાવાદમાં મેચ રમાઈ જેમાં ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો આ ઉંપરાંત દરેક લોકો પોતાને ગમતા ક્રેકેટરને જોવા બેસી રહેતા પરંતુ આ વખતે એક આકર્ષણ વધુ હતું અને તે હતી એક એન્કર.
ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે રમાઈ ચુકેલી મેચમાં લોકોનો ક્રેકેટ પ્રત્યેનો પ્રેમ જાણે માથા પર બેસીને નાચતો જોવા જોવા મળ્યો હતો. દરેક લોકો પોતાના પસંદના ખેલાડીને TV સ્ક્રીન પર જોવા ઈચ્છતા હતા.આ આખી સિરિઝમાં બ્રેક દરમિયાન ક્રિકેટ ચાહકોની નજર એન્કર કિરા નારાયણ (Kira Narayanan) પર રોકાઈ જતી હતી.કોણ છે આ કિરા નારાયણ આવો જાણીએ.
આત્મવિશ્વાસથી ભરપૂર છે કિરા
કિરા નારાયણ (Kira Narayanan) ભારત અને ઈગ્લેન્ડ (IND vs ENG) વચ્ચેની મેચમાં સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) સાથે LIVE પ્રોગરામનું એન્કરીંગ કરતા જોવા મળી.કિરાના એન્કરીંગમાં તેનો આત્મવિશ્વાસ છલકતો હતો જે જોઈને ક્રિકેટ ચાહકો ઘાયલ થઈ જતા હતા. લિટલ માસ્ટર (Little Master) સાથે તેમની જુગલબંદી ખૂબ સારી છે.
IPLમાં કિરા નારાયણ
IPL 2020 દરમિયાન કિરા નારાયણ (Kira Narayanan) 'ક્રિકેટ લાઈવ' શોમાં એન્કરીગ કરી ચૂકી છે.આ ટૂર્નામેન્ટમાં બ્રેટ લી (Brett Lee),બ્રાઈન લારા (Brian Lara) જેવા દિગ્ગજો તેમનો સાથ આપી રહ્યા હતા.
એક્ટિંગનો પણ છે શોખ
કિરા નારાયણ (Kira Narayanan) એન્ક સિવાય એક એક્ટ્રેસ પણ છે.તે મલેશિયા (Malaysia)ની રાજધાની કુઆલાલંપુર (Kuala Lumpur)માં મોટી થઈ છે.તેને 13 વર્ષની ઉમરમાં જ એક્ટિંગ શરૂ કરી દીધી હતી.
અહીંથી ભણી છે કિરા
કિરા નારાયણે (Kira Narayanan) યુનિવર્સિટી કોલેજ લંડનથી સાઈકોલોજી વિષય પર BSC કર્યું છે.તેને ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાં ડિપ્લોમાં પણ કર્યું છે.તે ગ્રેટ બ્રિટેનના નેશનલ યૂથ થીયેટરની સભ્ય પણ છે.
મલેશિયાથી ઈન્ડિયાની સફર
વર્ષ 2018માં કિરા લુઆલાલંપુર (Kuala Lumpur)થી મુંબઈ (Mumbai) ગઈ હતી. મુંબઈમાં (Mumbai) તેને પ્રેફેશન એક્ટિંગની શરૂઆત કરી.તેને 'પ્રો કબડ્ડી લીગ'માં પણ એન્કરીંગ કર્યું હતું.
Trending Photos