IND vs BAN : વિરાટ કોહલીની 70મી સદી, જાણો કેટલા રેકોર્ડ બન્યા અને કેટલા તુટ્યા

કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ 20 સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે 19 ટેસ્ટ સદી ફટકારી છે. આ રીતે વિરાટે પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો છે. જોકે, કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ગ્રીમ સ્મિથ (25 સદી)ના નામે છે.

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી છે. આ તેની 27મી ટેસ્ટ સદી છે. વન ડે ક્રિકેટમાં પણ તે અત્યાર સુધી 43 સદી ફટકારી ચૂક્યો છે. આ રીતે વિરાટની કુલ 70 ઈન્ટરનેશનલ સેન્ચુરી થઈ છે. આટલી સેન્ચુર ફટકારનારો તે વિશ્વનો માત્ર ત્રીજો ખેલાડી છે. 100 સદી સાથે સચિન તેંડુલકર પ્રથમ સ્થાને છે. બીજા નંબરે રિકી પોન્ટિંગ છે, જેણે 71 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. વિરાટના નિશાન પર હવે પોન્ટિંગનો રેકોર્ડ છે. 

વિરાટની 27મી સદી

1/7
image

વિરાટ કોહલીએ પોતાની શાનદાર ઈનિંગ્સને સદીમાં ફેરવી નાખી છે. તેણે તૈજુલ ઈસ્લામના બોલ પર બે રન લઈને પોતાની સદી પુરી કરી છે. આ તેમની 27મી ટેસ્ટ સદી છે. વિરાટ કોહલી બાંગ્લાદેશ સામેની મેચમાં ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. તેણે 159 બોલમાં સદી ફટકારી હતી, જેમાં 12 ચોગ્ગાનો સમાેવશ થાય છે. કેપ્ટન તરીકે વિરાટની આ 20મી સદી છે. 

ભારત તરફથી પ્રથમ સદી ફટકારનારા ખેલાડી

2/7
image

ટેસ્ટઃ લાલા અમરનાથ (1933/34) ડે-નાઈટ ટેસ્ટઃ વિરાટ કોહલી (2019/20) વન ડેઃ કપિલ દેવ (1983) ડે-નાઈટ વન ડેઃ સંજય માંજરેકર(1991) ટી-20 ઈન્ટરનેશનલઃ સુરેશ રૈના (2010) નાઈટ ટી-20 : રોહિત શર્મા (2015) 

પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો

3/7
image

કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ 20 સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે 19 ટેસ્ટ સદી ફટકારી છે. આ રીતે વિરાટે પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો છે. જોકે, કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ગ્રીમ સ્મિથ (25 સદી)ના નામે છે.   

કેપ્ટન તરીકે સૌથી વધુ સદી

4/7
image

કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવામાં દક્ષિણ આફ્રિકાનો ગ્રીમ સ્મિથ 25 સદી સાથે ટોચના સ્થાને છે. કેપ્ટન તરીકે 20મી સદી ફટકારીને વિરાટ કોહલીએ રિકી પોન્ટિંગનું બીજું સ્થાન આંચકી લીધું છે.  25 સદીઃ ગ્રીમ સ્મિથ(દક્ષિણ આફ્રિકા) 20 સદીઃ વિરાટ કોહલી (ભારત) 19 સદીઃ રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) 15 સદીઃ એલન બોર્ડર/ સ્ટીવ વો/ સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા)

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 8 ખેલાડીની 50થી વધુ સદી

5/7
image

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં માત્ર 8 ખેલાડી જ 50થી વધુ સદી ફટકારી ચુક્યા છે. 100 સદી સાથે સચિન તેંડુલકર પ્રથમ સ્થાને છે. ત્યાર પછી પોન્ટિંગ અને કોહલી અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.  1. સચિન તેંડુલકર (100) ,  2. રિકી પોન્ટિંગ (71) 3. વિરાટ કોહલી (70) 4. કુમાર સંગકારા (63) 5. જેક કેલિસ (62) 6. હાશિમ અમલા (55) 7. મહિલા જયવર્ધને (54) 8. બ્રાયન લારા (53)

કેપ્ટન તરીકે સદી ફટકારવામાં વિરાટ નંબર-1 સ્થાને

6/7
image

વિરાટ કોહલી કેપ્ટન તરીકે સૌથી વધુ સદી બનાવવા બાબતે પણ સંયુક્ત રીતે નંબર-1 પર આવી ગયો છે. કેપ્ટન તરીકે તેની આ 41મી સદી છે. ઓસ્ટ્રેલિયાની રિકી પોન્ટિંગ પણ કેપ્ટન તરીકે આટલી સદી લગાવી ચૂક્યો છે. દક્ષિણ આફ્રિકાનો ગ્રીમ સ્મિથ (33) આ બાબતે ત્રીજા નંબરે છે. 

સ્ટીવન સ્મિથ અને ગેરી સોબર્સથી આગળ નિકળ્યો વિરાટ

7/7
image

વિરાટ કોહલી હવે ક્રિકેટમાં સૌથી વધુ સદી બનાવવા બાબતે સ્ટીવન સ્મિથ અને ગેરી સોબર્સથી પણ આગળ નિકળી ગયો છે. આ બંનેએ 26-26 ટેસ્ટ સદી ફટકારી હતી. વિરાટ હવે 27 ટેસ્ટ સદી સાથે એલન બોર્ડર અને ગ્રીમ સ્મિથને સમાંતર આવી ગયો છે.