IND vs AUS: ઓસ્ટ્રેલિયામાં આવું રહ્યું છે ભારતનું 'ટેસ્ટ રિપોર્ટ કાર્ડ'

ટીમ ઈન્ડિયા ગુરૂવારથી ઓસ્ટ્રેલિયામાં 4 ટેસ્ટની સિરીઝનો પ્રારંભ કરશે. આ 12મો અવસર હશે, જ્યારે ભારતીય  ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ રમશે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાં અહીં ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી. પરંતુ આ  વખતે વોર્નર-સ્મિથની ગેરહાજરીમાં ભારતીય ટીમ પાસે શાનદાર તક છે. આ સિવાય ભારતીય ટીમ વધુ મજબૂત  છે અને ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. તેવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ભારતીય ટીમ આ વખતે  સિરીઝ જીતશે. આ પહેલા જુઓ બંન્ને દેશો વચ્ચે રમાયેલી 11 સિરીઝમાં કેવું રહ્યું ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન..... 
 

1/10
image

ભારતીય ટીમ લાલા અમરનાથના નેતૃત્વમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી. ભારતીય ટીમ અહીં  પાંચ ટેસ્ટ મેચની સિરીઝ 4-0થી હારી ગઈ હતી. એક મેચ ડ્રો કરાવવામાં સફળ રહ્યું હતું.   

2/10
image

20 વર્ષ બાદ જ્યારે ભારતે બીજી વખત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો તો, આ વખતે ચંદૂ બોર્ડેના હાથમાં ટીમની  કમાન હતી. 4 ટેસ્ટ મેચની આ સિરીઝ ભારતે 4-0થી ગુમાવી હતી. સિરીઝમાં સૌથી મોટી હાર મેલબોર્નમાં મળી  અહીં ટીમ ઈન્ડિયાનો ઈનિંગ અને 4 રનથી પરાજય થયો હતો. 

3/10
image

આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા દિગ્ગજ ક્રિકેટર બિશન સિંહ બેદીની આગેવાનીમાં ગઈ હતી. ભારતીય ટીમે અહીં  પાંચ મેચની શ્રેણી રમી હતી. બ્રિસ્બેન અને પર્થમાં સિરીઝના પ્રથમ બે ટેસ્ટ હાર્યા બાદ ભારતે શાનદાર વાપસી  કરી અને ઓસિને મેલબોર્ન અને સિડનીમાં મોટા અંતરથી હરાવ્યું હતું. 

ભારતે ત્રીજી ટેસ્ટ મેચ 222 રનના અંતરથી જીતી હતી, તો ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઈનિંગ અને 2 રને વિજય  મેળવ્યો હતો. સિરીઝ બરોબરી પર હતી અને ટીમ ઈન્ડિયા લયમાં પરંતુ એડિલેડમાં રમાયેલી સિરીઝની નિર્ણાયક  ટેસ્ટ ભારત 47 રને હારી ગયું હતું. ટીમ ઈન્ડિયાએ ચોથી ઈનિંગમાં 493 રનના લક્ષ્યનો પીછો કરતા 445 રન  બનાવી આઉટ થઈ ગયું હતું.   

4/10
image

1980-81માં ટીમ ઈન્ડિયા સુનીલ ગાવસ્કરની આગેવાનીમાં અહીં ટેસ્ટ સિરીઝ રમવા ગઈ હતી. બંન્ને ટીમોએ 3  ટેસ્ટ મેચની સિરીઝમાં 1-1 મેચ જીતી અને એક ટેસ્ટ ડ્રો રહી હતી. સિરીઝ બરોબરી પર રહી. આ રીતે 5 વર્ષ બાદ  ટીમ ઈન્ડિયા કપિલ દેવની આગેવાનીમાં ઉતરી અને આ વખતે પણ 3 ટેસ્ટ મેચની સિરીઝમાં ત્રણેય મેચ ડ્રો રહ્યાં  અને સિરીઝ 0-0ની બરાબરી પર પૂરી થઈ હતી.   

5/10
image

આ વખતે મોહમ્મદ અઝહરુદ્દીનની આગેવાનીમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા રવાના થઈ હતી. 5 ટેસ્ટની આ  સિરીઝ ટીમ ઈન્ડિયા 4-0થી હારી ગઈ હતી. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ માત્ર સિડનીમાં ડ્રો રમી અને અન્ય  ચારમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રવાસમાં પર્થમાં ભારતને સૌથી ખરાબ હાર મળી અને ટીમ  300 રનથી મેચ હારી ગઈ હતી.   

6/10
image

ટીમ ઈન્ડિયાની કમાન આ વખતે બેટ્સમેન સચિન તેંડુલકરના હાથમાં હતી. આ સિરીઝમાં ભારતે ત્રણેય ટેસ્ટ  મેચ ગુમાવી દીધી હતી. અહીં સિડનીમાં ભારતને સૌથી  મોટી હાર મળી. શ્રેણીની આ અંતિમ ટેસ્ટ ટીમે ઈનિંગ  અને 141 રનથી ગુમાવી હતી.   

7/10
image

આ પ્રવાસમાં ભારતીય ટીમ સૌરવ ગાંગુલીની આગેવાનીમાં નવા જોશ સાથે ગઈ હતી. ભારતે આ વખતે ચાર  ટેસ્ટ મેચની સિરીઝમાં 2 ટેસ્ટ ડ્રો રમી અને એકમાં જીત મળી, જ્યારે એકમાં પરાજય થયો હતો. આ રીતે સિરીઝ  1-1થી બરોબરી પર રહી હતી.   

8/10
image

અનિલ કુંબલેની આગેવાનીમાં કાંગારૂલેન્ડ ગયેલી આ ટીમ અનુભવી અને પરિપક્વ હતી. ટીમે શાનદાર પ્રદર્શન  પણ કર્યું હતું. પરંતુ આ સિરીઝ પોતાના પરિણામથી વધુ વિવાદો માટે ચર્ચામાં રહી. સિડની ટેસ્ટમાં ભારતીય ટીમ  વિરુદ્ધ એક બાદ એક અમ્પાયરના ઘણા વિવાદિત નિર્ણય અને મંકી ગેટ કાંડ આ શ્રેણીની ઓળખ બની ગયા.  ભારતે આ સિરીઝ 2-1થી ગુમાવી હતી.   

9/10
image

એમ.એસ. ધોનીની આગેવાનીમાં ગયેલી ભારતીય ટીમ પ્રભાવ છોડવામાં નિષ્ફળ રહી હતી. ટીમ ઈન્ડિયા અહીં  4-0થી હારી ગઈ હતી. આ પ્રવાસ પર 2 ટેસ્ટ મેચ ભારતીય ટીમે ઈનિંગ અને રનના અંતરથી ગુમાવ્યા હતા. આ  પ્રવાસ પર ભારતીય ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.   

10/10
image

એમ.એસ. ધોનીની આગેવાનીમાં ગયેલી ટીમ ઈન્ડિયા માટે આ પ્રવાસ ઉથલ-પાથલ ભર્યો રહ્યો હતો. પ્રથમ ટેસ્ટ  ધોની સ્વસ્થ ન હોવાને કારણે રમ્યો નહીં અને ભારત મેચ હારી ગયું હતું. ત્યારબાદ બીજી ટેસ્ટમાં ધોની ટીમમાં  પરત ફર્યો પરંતુ ભારતે મેચ ગુમાવી. ત્રીજી ટેસ્ટમાં ધોનીએ પોતાની નિવૃતીની જાહેરાત કરી દીધી હતી. ભારતે  ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ ડ્રો કરાવી અને સિરીઝ 2-0થી હારી ગયું હતું.