Holi Festival: આ 5 જગ્યાની હોળી જોઇ નથી તો રંગોનો તહેવાર રહેશે અધૂરો, PHOTOS

ભારતમાં હોળી અને દિવાળી બે મોટા અને મહત્વપૂર્ણ તહેવારો ગણાય છે. ભારતના લોકોની હોળીનો તહેવાર ઉજવવાની રીત પણ અલગ-અલગ હોય છે પરંતુ આ ઉજવણી કરવાનો હેતુ એક જ હોય છે, તે છે પરિવારવાળાને મળવા અને રંગોના તહેવાર પર જીંદગીને સુંદર રંગોથી ભરવાનો પ્રયત્ન કરવો. જાણો 5 રાજ્યોની હોળી ઉજવવાની રીત જે આખા ભારતમાં જાણિતી છે. 

મથુરા, ઉત્તર પ્રદેશ

1/5
image

ઉત્તર પ્રદેશના મથુરામાં હોળીના તહેવારની ઉજવણી કરવા માટે માત્ર ભારતના લોકો જ નહીં પરંતુ વિદેશથી પણ ઘણા શ્રદ્ધાળુ આવે છે. બરસાના અને નંદગાંવની લઠ્ઠમાર હોળીના ચાહકોની સંખ્યા પણ ઓછી નથી.

તેલંગાણા

2/5
image

તેલંગાણામાં હોળીનો તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. બાળકો અને પુખ્ત વયના લોકો પ્રથમ 9 દિવસ સુધી પરંપરાગત ગીતો ગાઈને, કોલાટાની લાકડીઓ વડે રમીને, ભોજન અને લાકડા એકઠા કરીને હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે.

પશ્ચિમ બંગાળ

3/5
image

હોળીના તહેવારને અહીં 'ડોલ જાત્રા' અથવા 'ડોલ પૂર્ણિમા' તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં રાધા અને કૃષ્ણની મૂર્તિઓને પાલખી પર શણગારવામાં આવે છે.

મહારાષ્ટ્ર

4/5
image

મહારાષ્ટ્રના લોકો હોળીના તહેવાર પર એકબીજાને ભોજન અને મીઠાઈ ખવડાવીને આ તહેવારની ઉજવણી કરે છે. મોટાભાગના લોકો આ દિવસે પુરણ પોળી બનાવે છે.

બિહાર

5/5
image

હોળીના તહેવારને ભોજપુરીમાં ફાગુવા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં લોકો પરંપરાગત રીતે ગાયનું છાણ, ઝાડનું લાકડું અને તાજા પાકમાંથી ઘઉંને આગમાં નાખે છે અને રંગોનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.