ICC World Cup 2023: ઈન્ડિયા-પાકિસ્તાન અને ફાઈનલ મેચ અમદાવાદમાં, જાણો વર્લ્ડ કપનો આખો કાર્યક્રમ

ICC World Cup 2023: ઈન્ડિયા-પાકિસ્તાન અને ફાઈનલ મેચ અમદાવાદમાં, જાણો વર્લ્ડ કપનો આખો કાર્યક્રમ. ઑસ્ટ્રેલિયા સામે 8 ઑક્ટોબરે ભારતની પ્રથમ મેચ, જાણી લો ક્યારે અને કયા સમયે કઈ મેચ રમાશે.

1/11
image

ICC World Cup 2023 Team India Schedule: ODI વર્લ્ડ કપ 2023નું સત્તાવાર શિડ્યૂઅલ જાહેર થઈ ગયું છે. ટૂર્નામેન્ટ શરૂ થવાના 100 દિવસ પહેલા ICCએ એક કાર્યક્રમમાં વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત કરી હતી. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. તમામ 10 ટીમોએ લીગ રાઉન્ડમાં 9-9 મેચ રમવાની છે.

2/11
image

ICC એ ODI વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. ટૂર્નામેન્ટની મેચો 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડનો સામનો અમદાવાદમાં ન્યુઝીલેન્ડ સામે થશે. આ જ સમયે ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. 46 દિવસની ટૂર્નામેન્ટમાં કુલ 48 મેચો રમાશે. કુલ 10 ટીમો વિશ્વકપ રમશે. આ માટે 8 ટીમો ક્વોલિફાય થઈ છે. 2 ટીમો અંગેનો નિર્ણય ક્વોલિફાયરમાંથી થશે.

3/11
image

ODI વર્લ્ડ કપની વાત કરીએ તો મેચો 10 સ્થળો પર રમાશે. જેમાં અમદાવાદ, હૈદરાબાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નાઈ, લખનૌ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતાનો સમાવેશ થાય છે. ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે પ્રથમ સેમી ફાઈનલ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં, બીજી સેમીફાઈનલ 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.

4/11
image

ICC દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ ટીમ ઈન્ડિયા તેની 9 મેચ 9 અલગ-અલગ સ્થળો પર રમશે. ટીમની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારતીય ટીમ ફરી 11 ઓક્ટોબરે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે અને 15 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 

5/11
image

ભારતની અન્ય મેચોની વાત કરીએ તો તેઓ 19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ, 22 ઓક્ટોબરે ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ, 29 ઓક્ટોબરે લખનૌમાં ઈંગ્લેન્ડ, 2 નવેમ્બરે મુંબઈમાં ક્વોલિફાયર, 5 નવેમ્બરે કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે રમશે. 11 નવેમ્બરના રોજ બેંગલુરુમાં બીજી ક્વોલિફાયર ટીમ ઉતરશે.

6/11
image

પ્રથમ વખત સમગ્ર ODI વર્લ્ડ કપ ભારતમાં યોજાઈ રહ્યો છે. અગાઉ 1987માં ભારત-પાકિસ્તાન, 1996માં ભારત-પાકિસ્તાન-શ્રીલંકા અને 2011માં ભારત-શ્રીલંકા-બાંગ્લાદેશે સંયુક્ત રીતે વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. ભારતે 1983માં કપિલ દેવની આગેવાની હેઠળ અને 2011માં એમએસ ધોનીની કપ્તાનીમાં ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.  

7/11
image

ભારતની અન્ય મેચોની વાત કરીએ તો તેઓ 19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ, 22 ઓક્ટોબરે ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ, 29 ઓક્ટોબરે લખનૌમાં ઈંગ્લેન્ડ, 2 નવેમ્બરે મુંબઈમાં ક્વોલિફાયર, 5 નવેમ્બરે કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે રમશે. 11 નવેમ્બરના રોજ બેંગલુરુમાં બીજી ક્વોલિફાયર ટીમ ઉતરશે.

8/11
image

ODI વર્લ્ડ કપની વાત કરીએ તો ભારત સિવાય પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે. 2 ચેમ્પિયન ટીમો શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ ક્વોલિફાયરમાં પ્રવેશી રહી છે. આ ટૂર્નામેન્ટની 13મી સિઝન છે. અત્યાર સુધીમાં 6 ટીમોએ ઓછામાં ઓછા એક વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે.

9/11
image

ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 5 વખત ODI વર્લ્ડ કપ જીત્યો છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝે 2-2 વખત ટાઈટલ જીત્યું છે. જ્યારે ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાએ એક-એક વખત ટાઈટલ જીત્યું છે. ન્યુઝીલેન્ડની ટીમ 2 વખત રનર્સઅપ રહી છે. કીવી ટીમને 2015 અને 2019 બંને વર્લ્ડ કપની ફાઇનલમાં હાર મળી હતી.

10/11
image

ODI વર્લ્ડ કપના ઈતિહાસની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 69 મેચ જીતી છે. ન્યુઝીલેન્ડની ટીમ 54 જીત સાથે બીજા અને ટીમ ઈન્ડિયા 53 જીત સાથે ત્રીજા સ્થાને છે. આવી સ્થિતિમાં આ વખતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ બીજા નંબર પર પહોંચી શકે છે. ODI વર્લ્ડ કપમાં અત્યાર સુધી અન્ય કોઈ ટીમ 50 મેચ જીતી શકી નથી.  

11/11
image

ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડે ODI વર્લ્ડ કપમાં 48, પાકિસ્તાન 45, વેસ્ટ ઈન્ડિઝ 43, દક્ષિણ આફ્રિકા 38, શ્રીલંકા 38 અને બાંગ્લાદેશ 14 મેચ જીતી છે. અફઘાનિસ્તાનની ટીમ વનડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતી શકી છે. પરંતુ ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ કારણથી તે સીધી જ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ODI વર્લ્ડ કપના ઈતિહાસ પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ સૌથી વધુ 71 વિકેટ લીધી છે. 15 રનમાં 7 વિકેટ શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. તે જ સમયે, ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરે સૌથી વધુ 2278 રન બનાવ્યા છે. અન્ય કોઈ બેટ્સમેન 2000 રનના આંકડાને સ્પર્શી શક્યો નથી. સચિને વર્લ્ડ કપમાં 6 સદી અને 15 અડધી સદી ફટકારી છે.