ટૂંક સમયમાં ભારતીય બજારમાં આવશે Hyundai ની પ્રથમ ઇલેક્ટ્રિક SUV, જાણો ખાસિયતો
હ્યુંડાઇ કોના કંપનીની પ્રથમ એવી ઇલેક્ટ્રિક એસયૂવી કાર છે જે પહેલીવાર ભારતમાં લોંચ થશે. આ પહેલાં આ કારની ઝલક ઓટો એક્સો 2018માં જોવા મળી હતી.
હ્યુંડાઇ કોના કંપનીની પ્રથમ એવી ઇલેક્ટ્રિક એસયૂવી કાર છે જે પહેલીવાર ભારતમાં લોંચ થશે. આ પહેલાં આ કારની ઝલક ઓટો એક્સો 2018માં જોવા મળી હતી.
હ્યુંડાઇ કોના એસયૂવી પહેલાંથી જ ઇન્ટરનલ માર્કેટમાં વેચાઇ રહી છે. આ કારના ઇલેક્ટ્રિક મોટરની પાવર 131 બીએચપી છે. આ એંજીન 359 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે ફૂલ ચાર્જ પર આ ગાડી 300 કિમી સુધી ચાલશે.
કારમાં 17 ઇંચ એલાય વ્હીલ, ડિજિટલ ડેશબોર્ડ, 7 ઇંચ ટચસ્ક્રીન ઇંફોટેનમેંટ સિસ્ટમ, હીટેડ સીટો, અડૈપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, લેન સેંટરિંગ સિસ્ટમ, રિયર ક્રોસ ટ્રાફિક, એલર્ટ અને ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ વગેરે દમદાર ફિચર્સ છે.
હ્યુંડાઇનું કહેવું છે કે આ ગાડી 1 કલાકમાં 80 ટકા સુધી ચાર્જ થઇ જશે પરંતુ તેના માટે તેમાં 100 કિલો વોટ ડીસીનું ફાસ્ટ ચાર્જર લાગેલું હશે. નોર્મલ એસી પોઇન્ટમાં આ ગાડી 6 કલાક સુધી દોડશે.
ઇલેક્ટ્રિક એસયૂવી કાર 9.3 સેકંડમાં 0 થી 100 કિ.મી પ્રતિ કલાકની ગતિ પકડવામાં સક્ષમ છે. કારની ટોપ સ્પીડ 167 કિ.મી પ્રતિ કલાક છે. આ કારને એયરોડાયનૈમિકલી પણ ડિઝાઇન કરવામાં આવી છે.
આ કાર ભારતમાં સીકેડી રૂટથી લાવવામાં આવશે અને પછી તેને ચેન્નઇ સ્થિત કંપનીના કારખાનામાં એસેંબલ કરવામાં આવશે. હ્યુંડાઇએ વર્ષ 2020 સુધી ભરતમાં 8 કારો લાવવાની યોજના બનાવી છે જેમાં કોના પણ સામેલ છે.
હ્યુંડાઇ કોનાને ભારતીય ઓટો બજારમાં કેટલીક પસંદગીના સ્થળોએ વેચવાની યોજના છે. દિલ્હી, મુંબઇ જેવા મહાનગરો ઉપરાંત બીજા કેટલાક શહેરો સામેલ થઇ શકે છે.
Trending Photos