PICS: સિંહ-સિંહણની આવી લડાઈ નહીં જોઈ હોય, ભૂલથી સિંહનો પ્રાઈવેટ પાર્ટ જ ચાવી ગઈ
ફોટોગ્રાફર ગ્રેન સોવરબીએ સિંહ-સિંહણની લડાઈ કેમેરામાં કેદ કરી લીધી.
એવું કહેવાય છે કે જંગલનો રાજા સિંહ હોય છે પરંતુ સિંહણોને પણ જરાય કમ આંકવાની ભૂલ કરવી જોઈએ નહીં. શેર જે રીતે શિકાર કરવાનું પસંદ કરે છે તે જ રીતે સિંહણો પણ શિકાર કરે છે. તેમને પણ શિકારનો પોતાનો હિસ્સો જોઈએ જ અને જો તે હિસ્સો ન મળે તો તે પડાવવાનું પણ સારી પેઠે જાણે છે. આવું જ કઈક સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કેટલીક તસવીરો જોઈને અંદાજો લગાવી શકાય છે.
સિંહને શિકારમાં ભાગ લેવો ભારે પડ્યો
શિકાર કર્યા બાદ કેટલીક ભૂખી સિંહણો માંસની મજા લઈ રહી હતી અને અચાનક ત્યાં સિંહ પોતાનો ભાગ લેવા પહોંચી ગયો. ભાગ લેવા પહોંચેલા સિંહ ઉપર ભૂખી સિંહણોએ હુમલો કરી નાખ્યો.
સિંહ ફસાઈ ગયો
સિંહણોનો હુમલો એટલો ઘાતક હતો કે શેર ચારેબાજુથી ઘેરાઈ ગયો અને ખરાબ રીતે ફસાઈ ગયો. સિંહણો સિંહ પર એક સાથે તૂટી પડી અને આ હુમલામાં ભૂલથી શેરનો પ્રાઈવેટ પાર્ટ પણ ચાવી ગઈ. જ્યારે સિંહણોની પક્કડમાંથી સિંહ છૂટ્યો તો તેની હાલત ખુબ નાજુક બની ગઈ હતી.
બાળકો માટે ભોજન લઈ જવા માંગતી હતી સિંહણો
સિંહણોએ જ્યારે ભેંસનો શિકાર કર્યો તો તેમનો ટાર્ગેટ એવો હતો કે તે પોતાના 11 બાળકોને ભોજન કરાવી શકે. પરંતુ જ્યારે સિંહ પહોચ્યો તો વિરોધમાં હુમલો કરી નાખ્યો.
કેન્યાના માસાઈ મારાનો છે આ મામલો
કેન્યાના માસાઈ મારા(Maasai Mara) માં લડાઈ થઈ તે દરમિયાન મંડેવો નામના સિંહની હાલત નાજુક હતી. તેના એક અંડકોષને હટાવવા સિવાય કોઈ વિકલ્પ જ ન રહ્યો.
ફોટોગ્રાફરના કેમેરામાં કેદ થઈ તસવીરો
ફોટોગ્રાફર ગ્રેન સોવરબીએ સિંહ-સિંહણની લડાઈ કેમેરામાં કેદ કરી લીધી. તેમની ટીમે આ ન જોયું હોત તો બની શકે કે મંડેવોની ઈજા બાદ તત્કાળ ઉપચાર પણ ન મળ્યો હોત. (All Photo Credit- Gren Sowerby/Animal News Agency)
Trending Photos