ગુજરાતમાં જૂન-જુલાઇમાં કેવું રહેશે ચોમાસું? આ 20 દિવસ રહેશે અતિભારે! જાણો અંબાલાલની આગાહી

Gujarat Weather Forecast: અત્યારે મે મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, એપ્રિલથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલે ચોમાસાને લઇને આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સ્થિતિ અંગે આકલન કર્યુ છે, તેમને આગાહી કરી છે કે, આ વર્ષે રાજ્યમાં ચોમાસું ખુબ જ સારુ રહેશે. હવામાન અને ચોમાસા અંગે પ્રિડક્શન કરતાં તેમને જણાવ્યુ છે કે, રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારુ અને યોગ્ય દિશામાં રહેશે. 

મે મહિના માટે ઘાતક આગાહી

1/8
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 5-6 મે થી ગુજરાતમાં પુનઃગરમી આવશે. આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે. આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી  24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.

જૂનથી વરસાદની શરૂઆત!

2/8
image

અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું સારી રહેવાનું આગાહી કરી છે, સાથે જ ઓક્ટોબર સુધી વરસાદ પડવાની વાત કહી છે. તેમને આગાહી કરી છે કે, આ વર્ષે પવન પશ્ચિમ દિશા તરફનો હોવાથી ચોમાસું સારૂ રહેશે, આ વર્ષે જૂનમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડશે. જૂનથી ચોમાસાની શરૂઆત થશે અને ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ પડવાની વાત કરવામાં આવી છે. 

આંધી સાથે વરસાદ આવશે

3/8
image

અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.   

ગુજરાતમાં મતદાનના દિવસે નવું ટેન્શન

4/8
image

મંગળવારે 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. મતદાન વચ્ચે ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાવાનો છે. ગુજરાતમાં મતદાનના દિવસે નવું ટેન્શન આવ્યું છે. કારણ કે, હવામાન વિભાગે આ દિવસે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં મતદાનના દિવસે ગરમીના પારો ઉંચકાવાનો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરતા કહ્યું કે, મતદાન સમયે અમદાવાદમાં આકરી ગરમી પડવાની છે. ગુજરાતના બાકીના જિલ્લાઓ કરતા મતદાન સમયે અમદાવાદમાં 7 મેના રોજ ગરમીનું પ્રમાણ વધારે રહેશે. અમદાવાદમાં 7 મે ના રોજ 42 ડિગ્રી તાપમાન નોંધાશે. તો ગાંધીનગરમાં પણ 42 ડિગ્રી તાપમાન રહી શકે છે. 

ગુજરાતમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ

5/8
image

સાથે જ હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરતા કહ્યું કે, આગામી 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. જોકે ઉત્તર ગુજરાતમાં 2 ડિગ્રી તાપમાન વધશે. આજે સૌરાષ્ટ્ર કચ્છ દિવમાં કોસ્ટલ એરિયામાં હીટવેવ આગાહી છે. તેમજ સુરતમાં પણ હીટવેવની આગાહી છે. આવતીકાલ સોમવારથી દીવમાં 5 દિવસ હીટવેવની આગાહી છે. 6 અને 7 મે ના રોજ પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની શક્યતા છે. તો 7 મે ના રોજ અમદાવાદ અને ગાંધીનગર 42 ડિગ્રી તાપમાન રહેશે. 7 મે ના રોજ દીવ કોસ્ટલ એરિયામાં પોરબંદર અને ભાવનગરમાં હિટવેવની આગાહી છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે. જોકે, હાલ વરસાદની કોઈ સંભાવના નથી. ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી છે. 

બપોર પહેલા મતદાન કરી લેજો

6/8
image

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેનું કાઉન્ટડાઉન હવે કલાકોમાં શરૂ થઇ ગયું છે. 7 મેના મતદાન છે ત્યારે  અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેથી મતદારોએ બપોર પહેલા મતદાન કરી લેવુ હિતાવહ રહેશે. બપોર બાદ કાળઝાળ ગરમીમાં શેકાવું પડશે. ઉનાળો આવે એટલે હીટવેવનું એલર્ટ આવે છે. હીટવેવ એટલું ઘાતક હોય છે લોકોનો જીવ પણ જાય છે. હીટવેવ કેટલું ઘાતક નીવેડ છે તેના પર એક રસપ્રદ સરવે કરાયો છે. હીટવેવ અને હીટ સ્ટ્રેસની અસર પર પહેલીવાર વિગતવાર માહિતી મેળવાઈ છે. જેમાં એક્સપર્ટે એવુ સોલ્યુશન આપ્યું કે, સતત બે દિવસ હીટવેવથી જીવનું જોખમ 14.7 ટકા વધી જાય છે.

દેશના અનેક શહેરોમાં હીટવેવની સ્થિતિ

7/8
image

આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. આ આગાહીને કોઈ નાનીસૂની આગાહી ન ગણતા. કારણ કે, આ આગાહી લોકોનો જીવ પણ લઈ શકે છે. દેશના અનેક શહેરોમાં હીટવેવની સ્થિતિ છે. 

1116 લોકોના હીટવેવથી મોત

8/8
image

હીટવેવ વિશે એક્સપર્ટસે કહ્યું કે, હીટવેવને કારણે જીવનું જોખમ વધી જાય છે. સ્વીડનની ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્વાર્યનમેન્ટ મેડિસીન, નવી દિલ્હીના સેન્ટર ફોર ક્રોનિક ડિસીસ કન્ટ્રોલ, સેન્ટર ફોર પોલિસી રિસર્ચ વગેરેના સંશોધનથી નિષ્કર્ષ સામે આવ્યું છે. જો હીટવેવ 2 દિવસથી વધુ ચાલે તો મૃત્યની શક્યતા 14.7 ટકા વધી જાય છે. સંશોધન માટે વર્ષ 2008 થી 2019 સુધીના ડેટા ચેક કરવામાં આવ્યા હતા. જેમાં અંદાજે 1116 લોકોના હીટવેવથી મોત થયા છે.