શિયાળામાં નજીવું આવશે લાઇટ બિલ! બસ ગીઝર ચલાવવા માટે અપનાવો આ Secret Trick

How To Reduce Electricity Bill: ભારતમાં ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ છે. શિયાળામાં નહાવા માટે ગરમ પાણી જરૂરી છે. એવામાં લોકો તેમના ઘરમાં ગીઝરનો ઉપયોગ કરે છે. શિયાળા દરમિયાન વીજળીના બિલનો મોટો હિસ્સો ગીઝરનો હોય છે. આવી સ્થિતિમાં વીજળીનું બિલ અમુક રીતે ઘટાડી શકાય છે.

ગીઝરની સાઇઝ

1/5
image

જો તમે ગીઝર ચલાવીને પણ વીજળીનું બિલ ઓછું કરવા માંગો છો, તો સૌથી મહત્વની વાત એ છે કે તમે યોગ્ય કદના ગીઝરનો ઉપયોગ કરો. જો તમે મોટા કદના ગીઝરનો ઉપયોગ કરો છો, તો તે તમારી જરૂરિયાત કરતાં વધુ પાણી ગરમ કરશે, તમારા વીજળીના વપરાશમાં વધારો કરશે.

વધુ સ્ટાર રેટિંગવાળું ગીઝર

2/5
image

5 સ્ટાર રેટેડ ગીઝર વિજળીની ખપતને ઘટાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેઓ અન્ય ગીઝર કરતાં વધુ કાર્યક્ષમ છે, એટલે કે તેઓ ઓછી વીજળી વાપરે છે.

તાપમાન સેટ કરો

3/5
image

ગીઝરનું તાપમાન ઘટાડવાથી વીજળીનો વપરાશ ઓછો થાય છે. ગીઝર માટે સામાન્ય તાપમાન 55 ડિગ્રી સેલ્સિયસથી 65 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં હોય છે. જો તમે ગીઝરનું તાપમાન 55 ડિગ્રી સેલ્સિયસ પર સેટ કરો છો, તો તમે પાવર વપરાશ ઘટાડી શકો છો.

તેને વધુ સમય સુધી ચાલુ ન રાખો

4/5
image

ગીઝરને લાંબા સમય સુધી ચાલુ રાખવાથી વીજળીનો વધુ વપરાશ થાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે પાણી ગરમ થયા પછી ગીઝર બંધ થઈ જાય છે, પરંતુ જો તે ચાલુ રહે છે, તો પાણી ઠંડું થતાં જ તે ફરીથી પાણીને ગરમ કરવાનું શરૂ કરે છે. એવામાં ગીઝરને દિવસભર ચાલુ રાખવાથી, આ ઓન-ઓફ પ્રક્રિયા ચાલુ રહે છે અને ગીઝર વીજળીનો વપરાશ ચાલુ રાખે છે.

ટાઈમર સેટ કરો

5/5
image

ગીઝરમાં ટાઈમર સેટ કરવાથી ગીઝરનો સમય ઓછો થઈ જાય છે. જેના કારણે વીજળીનો બિનજરૂરી ખર્ચ થતો નથી અને વીજળીનો વપરાશ ઓછો થાય છે.