Per Day Saving: 100-100 રૂપિયા કરીને પણ મોટું બેંક બેલેન્સ ઊભું કરી શકો છો, આ છે સૌથી સરળ, અને સુરક્ષિત તરકીબ

આવો જાણીએ કેલ્ક્યુલેશનના અને નિયમો તથા શરતો...

એવું કહે છે ને કે પૈસો જ પૈસાને ખેચે છે. પરંતુ આ માટે જરૂરી નથી કે તમારી પાસે મોટી અમાઉન્ટ હોય તો જ તમે મોટું બેંક બેલેન્સ ઊભુ કરી શકો છો. જો સમજદારી, સંયમ અને રેગ્યુલર સેવિંગ્સની આદત હોય તો 100-100 રૂપિયાના નાના રોકાણથી પણ તમે બેંકમા મોટી રકમ ઊભી કરી શકો છો. રોજ તમે જો 100 રૂપિયાની બચત કરવાનો ટાર્ગેટ રાખશો તો મહિને લગભગ 3000 રૂપિયાની સેવિંગ્સ થશે. જો આ રકમ દર મહિને પોસ્ટ ઓફિસ કે પોસ્ટ ઓફિસની રેકરિંગ ડિપોઝિટમાં જમા કરશો તો આગામી પાંચ વર્ષમાં તે 2 લાખ કરતા પણ વધુ થઈ જશે. તેમા ખાસ વાત એ છે કે પોસ્ટ ઓફિસમાં ભેગી થયેલી રકમ પર કોઈ જોખમ નથી અને તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. આવો જાણીએ કેલ્ક્યુલેશનના અને નિયમો તથા શરતો...

નાની બચત મોટી કમાલ

1/5
image

પોસ્ટ ઓફિસની નાની બચત યોજના RD માં દર મહિને એક નાનકડી ડિપોઝિટ ધીરે ધીરે મોટું ફંડ બની જશે. પોસ્ટ ઓફિસની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી મુજબ હાલ પોસ્ટ ઓફિસમાં માત્ર 100 રૂપિયાથી રિકરિંગ ડિપોઝિટ (RD) માં રોકાણ શરૂ કરી શકાય છે. તેમાં એવી સુવિધા છે કે એકવાર 100 રૂપિયાથી એકાઉન્ટ ખોલાવ્યા બાદ તમે 10-10 રૂપિયાના મલ્ટીપલમાં આગળ ડિપોઝિટ કરી શકો છો. તેમાં વધુમાં વધુ રોકાણ માટે કોઈ મર્યાદા નથી. 

5 વર્ષમાં ભેગા થયેલી રકમ પર આટલો ફાયદો

2/5
image

પોસ્ટ ઓફિસની આરડીમાં હાલ 5.8 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. તેમાં વ્યાજની કમ્પાઉન્ડિંગ ત્રિમાસિક આધારે કરાય છે. જો તમે 100 રૂપિયા ડેઈલી બચત પ્રમાણે દર મહિને 3000 રૂપિયા ડિપોઝિટ કરો તો પાંચ વર્ષમાં (60) મહિનામાં મેચ્યોરિટી બાદ તમને લગભગ 2.10 લાખ રૂપિયા મળશે. તેમાં વ્યાજની રકમ 29 હજાર કરતા વધુ હશે. 

કેવી રીતે ખોલાવી શકો એકાઉન્ટ

3/5
image

પોસ્ટ ઓફિસની કોઈ પણ બ્રાન્ચમાં માત્ર 100 રૂપિયામાં આરડી એકાઉન્ટ ખોલાવી શકાય છે. તેમાં એક વ્યક્તિ ગમે તેટલા એકાઉન્ટ ખોલાવી શકે છે. તેમાં સિંગલ ઉપરાંત 3 વ્યક્તિઓ સુધી જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકાય છે. માઈનર માટે ગાર્જિયન એકાઉન્ટ ખોલાવી શકાય છે.   

લોનની પણ સુવિધા

4/5
image

પોસ્ટ ઓફિસમાં આરડી એકાઉન્ટ પર લોન પણ મળી શકે છે. નિયમ એવો છે કે 12 હપ્તા જમા કરાવ્યા બાદ એકાઉન્ટમાં જમા રકમના 50 ટકા સુધી લોન મળી શકે છે. લોનની ચૂકવણી એક સાથે કે પછી હપ્તામાં થઈ શકે છે. લોનના વ્યાજ દર આરડી પર મળનારા વ્યાજથી 2 ટકા વધુ હશે.   

જરૂર પડ્યે એકાઉન્ટ કરાવી શકો છો બંધ

5/5
image

જો તમારે 5 વર્ષ અગાઉ જ પૈસાની જરૂર પડે તો તમારી પાસે એકાઉન્ટ પ્રીમેચ્યોર ક્લોઝ કરાવવાનું ઓપ્શન પણ છે. જો કે આ ઓપ્શન એકાઉન્ટ ખોલવાની તારીખથી 3 વર્ષ બાદ મળે છે.